News Continuous Bureau | Mumbai
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એટલે કે ઈસરોએ આજે તેના સૌથી નાના રોકેટ ‘SSLV-D2’ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અવકાશમાં લોન્ચ કર્યું છે. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું હતું. SSLV-D2 ત્રણ ઉપગ્રહો સાથે અવકાશમાં ઉડાન ભર્યું, જેમાં અમેરિકન કંપની એન્ટારિસનો ઉપગ્રહ જાનુસ-1, ચેન્નાઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સ્પેસકીડ્ઝનો ઉપગ્રહ આઝાદીસેટ-2 અને ઈસરોનો ઉપગ્રહ EOS-07નો સમાવેશ થાય છે. આ ત્રણ ઉપગ્રહોને 450 કિલોમીટર દૂર ગોળાકાર ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.
#ISRO launches Small Satellite Launch Vehicle #SSLVD2 carrying EOS-07and 2 co-passenger satellites
Janus-1and AzaadiSAT-2 into 450km circular orbit pic.twitter.com/f6wxLLnGVJ— All India Radio News (@airnewsalerts) February 10, 2023
મહત્વનું છે કે SSLV લોન્ચ કરવાનો આ બીજો પ્રયાસ હતો. આ પહેલા 7 ઓગસ્ટ 2022ના રોજ પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ – BEST ઉપક્રમ ગુંદાવલી અને દહિસર મેટ્રો મુસાફરો માટે શરૂ કરશે નવી બસ સેવા, જાણો રૂટ અને અન્ય વિગતો..