ભારત પરત ફરી રહ્યા છે લાલુ યાદવ, કિડની આપનાર દીકરીએ લખ્યું – પપ્પાનું ધ્યાન રાખજો

લાંબા સમયથી બીમારીઓ સામે લડી રહેલા આરજેડી સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવ હવે સ્વસ્થ થઈ ગયા છે. બે મહિના પહેલા સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર લાલુ યાદવ આજે સિંગાપોરથી ભારત પરત ફરી રહ્યા છે

by Dr. Mayur Parikh
Lalu Yadav leaves for Delhi post kidney transplant from Singapore, daughter Rohini writes emotional post

News Continuous Bureau | Mumbai

લાંબા સમયથી બીમારીઓ સામે લડી રહેલા આરજેડી સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવ હવે સ્વસ્થ થઈ ગયા છે. બે મહિના પહેલા સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર લાલુ યાદવ આજે સિંગાપોરથી ભારત પરત ફરી રહ્યા છે. પોતાના પિતાને કિડની આપનાર લાલુ યાદવની દીકરી રોહિણી આચાર્યએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. તેણે ઈમોશનલ ટ્વીટ કરીને લોકોને અપીલ કરી છે કે હવે તેમના પિતાનું ધ્યાન રાખવાની જવાબદારી સામાન્ય જનતાની છે. ઘાસચારા કૌભાંડ કેસમાં દોષિત ઠરેલા લાલુ યાદવ આ દિવસોમાં જામીન પર બહાર છે અને સારવાર માટે કોર્ટની પરવાનગી લીધા બાદ તેઓ સિંગાપુર ગયા હતા.

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ તેના પિતા સાથેનો એક ફોટો ટ્વીટ કર્યો છે. આ ફોટો સાથે તેણે લખ્યું છે કે, ‘તમને બધાને એક મહત્ત્વની વાત કહેવાની છે. આ મહત્ત્વની વાત આપણા નેતા આદરણીય લાલુજીના સ્વાસ્થ્યની છે. પપ્પા 11 ફેબ્રુઆરીએ સિંગાપોરથી ભારત જવાના છે. હું દીકરી તરીકે મારી ફરજ બજાવી રહી છું. મારા પિતાને સ્વસ્થ કર્યા પછી હું તેમને તમારા બધાની વચ્ચે મોકલી રહી છું. હવે તમે લોકો પિતાનું ધ્યાન રાખજો.’

5 ડિસેમ્બરે થયું હતું ઓપરેશન

તમને જણાવી દઈએ કે, કિડની સંબંધિત સમસ્યાથી પીડિત લાલુ યાદવ કોર્ટની પરવાનગી મળ્યા બાદ સિંગાપુર ગયા હતા. ત્યાં તેમની ડોક્ટર પુત્રી રોહિણી આચાર્યએ 5 ડિસેમ્બરે લાલુ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. રોહિણીએ જ પોતાની કિડની દાન કરી અને લાલુ યાદવ હવે સ્વસ્થ થઈ ગયા છે. રાજકીય ગલિયારાઓમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે લાલુ યાદવની વાપસી બાદ બિહારની રાજનીતિમાં મોટા બદલાવ આવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : આ વર્ષે ચીનને પાછળ છોડી દેશે ભારત, યુએનના અંદાજ – વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો ટોચનો દેશ હશે

Join Our WhatsApp Community

You may also like