News Continuous Bureau | Mumbai
પશ્ચિમ એશિયાના દેશો તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે ઓસ્ટ્રેલિયા ખંડના દક્ષિણમાં આવેલો દેશ ન્યુઝીલેન્ડ પણ ભૂકંપથી હચમચી ગયો છે.
ભૂકંપની રિપોર્ટિંગ એજન્સી EMSCએ જણાવ્યું કે ન્યૂઝીલેન્ડમાં લોઅર હટથી 78 કિમી ઉત્તર-પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
અહીં રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે.
ઉરેખનીય છે કે ન્યુઝીલેન્ડમાં એક અઠવાડિયાથી ચક્રવાત “ગેબ્રિયલ” નો ખતરો તોળાઈ રહ્યો હતો.
આ ચક્રવાતને કારણે અનેક શહેરોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. અહીંના 6 વિસ્તારોમાં ઈમરજન્સી લાદવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ ની હવા બની વધુ ઝેરી, માયાનગરીએ પ્રદૂષણના મામલે દિલ્હીને પણ છોડી દીધું પાછળ.. પહોંચ્યું આ ક્રમે..