અમિત શાહના કાફલામાં ડ્રાઇવિંગ કરવા બદલ પુણેમાં એકની ધરપકડ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પુણે મુલાકાત દરમિયાન કાફલામાં એક અજાણ્યા વ્યક્તિના પ્રવેશની વાત સામે આવી છે. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સીની સતર્કતાને કારણે આ ઘટના પ્રકાશમાં આવી છે. આ પછી શનિવારે રાત્રે સોમેશ ધુમલ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અમિત શાહ શનિવારે સાંજે પુણે આવ્યા હતા. આ દરમિયાન તેમણે સેનાપતિ બાપટ રોડ પરની સ્ટાર હોટલમાં કાશ્મીરમાં શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના બાળકો સાથે વાતચીત કરી હતી. ઇવેન્ટમાં પ્રવેશતા પહેલા, એક વ્યક્તિએ તેમના કાફલામાં કાર ચલાવવાનો પ્રયાસ કર્યો. તે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સાંસદ શ્રીકાંત શિંદેની નજીક હોવાનું કહીને પોતાની કારને કાફલામાં ગુસાડી હતી.. પરંતુ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી પાસે કાફલામાં વાહનોની યાદી હતી. ધુમલના વાહનનો નંબર યાદીમાં નહોતો. સ્થાનિક પોલીસે યુવકનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો. ચતુઃ શૃંગી પોલીસે સોમેશને પિંપરી-ચિંચવડ પોલીસને સોંપ્યો હતો. શંકાસ્પદને JW મેરિયોટ હોટેલમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ચતુઃશ્રૃંગી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Join Our WhatsApp Community

You may also like