દેવાળિયું થયું ત્યારે પાકિસ્તાનને યાદ આવી ગયું ભારત, લોકોએ કહ્યું- અમને ઈમરાન, શાહબાઝ નહીં, પણ મોદી જોઈએ છે.. જુઓ વિડીયો..

by kalpana Verat
Hamein sirf Modi chahiye Pakistan man wants PM Modi to fix country. Watch 

News Continuous Bureau | Mumbai

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારી તેની ટોચે પહોંચી ગઈ છે. લોટ, દાળ અને ચોખા જેવી ખાદ્ય ચીજોના ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્થિતિ એવી સર્જાઈ રહી છે કે, દેશ નાદારીની આરે છે. સંકટમાંથી બહાર આવવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી લોનની રાહ જોઈ રહેલા વડાપ્રધાન શહેબાઝ શરીફને હજુ સુધી કોઈ ખાસ સફળતા મળી નથી. આવી સ્થિતિમાં, ત્યાંના લોકોનો પણ તેમની સરકાર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે.

દરમિયાન પાકિસ્તાનની જનતાને લાગે છે કે જો કોઈ તેમના દેશને ગરીબીથી બચાવી શકે છે તો તે માત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. વાસ્તવમાં, એક પાકિસ્તાની નાગરિકનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કોઈપણ સંકોચ વિના પાકિસ્તાન સરકારની ટીકા કરતો જોવા મળ્યો મળી રહ્યો છે. આ વ્યક્તિનું કહેવું છે કે જો નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડાપ્રધાન હોત તો ત્યાંના લોકો યોગ્ય કિંમતે વસ્તુઓ ખરીદી શક્યા હોત.

આ સમાચાર પણ વાંચો :   ભારે સંકટમાં ફસાયેલ અદાણી ગ્રૂપ શ્રીલંકામાં કરશે રોકાણ, નાદાર જાહેર થયા બાદ દેશને પહેલીવાર મળ્યું ઇન્વેસ્ટમેન્ટ

આ વ્યક્તિએ આગળ કહ્યું, ‘ PM મોદી અમારા કરતાં સારા છે. ભારતના લોકો તેમનું સન્માન કરે છે, તેમને ફોલો કરે છે. જો અમારી પાસે PM નરેન્દ્ર મોદી હોત તો અમારે નવાઝ શરીફ, બેનઝીર કે ઈમરાન કે જનરલ પરવેઝ મુશર્રફની જરૂર ન પડત. અમને તો બસ પીએમ મોદીની જરૂર છે. માત્ર તેઓ જ આ દેશનાં તોફાની તત્ત્વોને જવાબ આપી શકે છે.

Join Our WhatsApp Community

You may also like