News Continuous Bureau | Mumbai
ક્રોધ એ એક કુદરતી માનવ લાગણી છે. માણસને ક્યારે ગુસ્સો આવી જાય? તે કહી શકાય તેમ નથી. ઘણીવાર અમુક લોકો આપણને ગુસ્સે કરે છે. કેટલાક લોકોના ચહેરા જોઈને પણ ગુસ્સો આવી જાય છે. જોકે વધુ પડતો ગુસ્સો શરીર માટે સારો નથી. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે જ્યારે વધારે ગુસ્સો આવે છે ત્યારે હૃદયરોગ અને સ્ટ્રોકની સમસ્યા થાય છે.
ઉપર જણાવ્યા મુજબ, ગુસ્સો કરવો એ કુદરતી માનવીય લાગણી છે, પરંતુ જો તમે કોઈને ગુસ્સે કરો અને તમારે તેના માટે જેલમાં જવું પડે તો? જો કે ભારતમાં એવો કોઈ કાયદો નથી, ફિલિપાઈન્સમાં જો કોઈ તમારા કારણે ગુસ્સે થાય તો તમારે જેલમાં જવું પડે છે. ફિલિપાઈન્સમાં આ માટે પણ ખાસ કાયદો છે.
ફિલિપાઇન્સ વિશ્વભરના યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જો તમે આ દેશમાં ફરવા જઈ રહ્યા છો, તો તમારે આ કાયદા વિશે જાણવું જોઈએ. આ કાયદો 1930માં અસ્તિત્વમાં આવ્યો હતો. જ્યારે આ કાયદો બનાવવામાં આવ્યો ત્યારે એવું માનવામાં આવતું હતું કે કોઈ વ્યક્તિને વધુ પડતી હેરાન કરવી, બીજી વ્યક્તિને ગુસ્સો આવે તેવું વર્તન કરવું એ અન્ય વ્યક્તિનું શોષણ કરવા સમાન છે. તેથી આવા વ્યક્તિને સજા થવી જોઈએ તે વિચારીને આ કાયદો બનાવવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : અદાણી ગ્રુપના હાલ-બેહાલ, કંપનીઓના શેર 80 ટકા સુધી તુટ્યા, હવે રોકાણકારોનો વિશ્વાસ જીતવા કરશે આ કામ…
તે સમયે સજા 3 પાઉન્ડ અને 30 દિવસની કેદ હતી. હવે આ માટે 75 પાઉન્ડ લગભગ રૂ. 7500/- દંડ તરીકે ચૂકવવો પડે છે. ઘણા યાત્રાળુઓ ફિલિપાઈન્સ જાય છે. તેથી, આ કાયદાની વિશ્વભરમાંથી ટીકા થઈ હતી. સરકારે ત્યારબાદ કાયદામાં કેટલાક ફેરફારો કર્યા હતા, જેનો અર્થ એવો થાય છે કે કોઈ વ્યક્તિને જાણીજોઈને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કરવામાં આવેલ કૃત્યને કાયદા હેઠળ આવરી લેવામાં આવશે.