હાઈવે અને એક્સપ્રેસ વે પર નીકળવાનું મોંઘુ થઈ જશે, ટોલ ટેક્સમાં થશે મોટો વધારો. જાણો કેટલી મોંઘી થશે મુસાફરી

by kalpana Verat
NHAI Planning to increase toll rates from April 1

News Continuous Bureau | Mumbai

સરકાર ફરી એકવાર મોંઘવારીનો માર આપવાની તૈયારી કરી રહી છે અને આ વખતે રસ્તાઓ પર વાહન ચલાવવું મોંઘુ થવા જઈ રહ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ (PIU) એક્સપ્રેસવે અને નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ વધારવાની તૈયારી કરી રહ્યું છે. NHAIના આ નિર્ણય બાદ વાહનધારકો પર ટોલનો વધારાનો બોજ વધુ વધી શકે છે. અગાઉ, એવા અહેવાલ હતા કે કેન્દ્ર સરકાર ટોલ પ્લાઝાને નંબર પ્લેટ રીડિંગ કેમેરાથી બદલવાનું વિચારી રહી છે. એક મુલાકાતમાં, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખુલાસો કર્યો હતો કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના તમામ ટોલ પ્લાઝાને નાબૂદ કરવા અને ઓટોમેટિક નંબર પ્લેટ રીડર (ANPR) કેમેરા પર આધાર રાખવાની યોજના બનાવી રહ્યું છે.

નેશનલ હાઈવે ફી રૂલ્સ, 2008 મુજબ, દર વર્ષે 1 એપ્રિલથી ફીના દરોમાં સુધારો થવો જોઈએ. માર્ગ પરિવહન મંત્રાલય આ મહિનાના અંત સુધીમાં દરખાસ્તોની તપાસ કરવા માટે તૈયાર છે અને યોગ્ય વિચારણા કર્યા પછી દરોને મંજૂરી આપવામાં આવી શકે છે. કાર અને હળવા વાહનો માટે ટોલ દર 5% વધવાની ધારણા છે અને અન્ય ભારે વાહનો માટે 10% સુધી વધી શકે છે. તાજેતરમાં શરૂ કરાયેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે માટે ટોલ દરોમાં વધારો થવાની ધારણા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના નવા ખોલવામાં આવેલા સેક્શન પરનો ટોલ 2.19 રૂપિયા પ્રતિ કિલોમીટર છે અને તેમાં લગભગ 10%નો વધારો જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો :  વાસ્તવિકતા પર પડદો! મહારાષ્ટ્રના આ જિલ્લામાં G20ની બેઠક પહેલા ભીખ માંગવા પર પ્રતિબંધ, પકડાયા તો થશે કડક કાર્યવાહી…

ઉલ્લેખનીય છે કે, એક્સપ્રેસ-વે પર અત્યારે લગભગ 20 હજાર વાહનો રોજની અવર-જવર કરે છે. એક્સપ્રેસ વે પર વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. એક અંદાજ મુજબ, આગામી સમયમાં એક્સપ્રેસ વે પરથી રોજના 50થી 60 હજાર વાહનો પસાર થવા લાગશે.

Join Our WhatsApp Community

You may also like