News Continuous Bureau | Mumbai
હાલના દિવસોમાં કેરળના કોચી શહેરમાં લોકડાઉન જેવી સ્થિતિ છે.
અહીં બહુ ઓછા લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે. જે લોકો બહાર જોવા મળી રહ્યા છે, તેમના ચહેરા પર માસ્ક છે.
સ્થિતિ એવી છે કે, બાળકો અને વૃદ્ધો સંપૂર્ણપણે ઘરમાં કેદ થઈ ગયા છે.
જોકે આ બધુ કોરોનાના કારણે નહીં, પરંતુ અહીંના એક ડમ્પિંગ યાર્ડમાં લાગેલી આગને કારણે થઇ રહ્યું છે.
એક અઠવાડિયા પહેલા બ્રહ્મપુરમ વિસ્તારમાં એક ડમ્પિંગ યાર્ડમાં આગ લાગી હતી, જેનો ઝેરી ધુમાડો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો.
8 દિવસથી વધુ સમય થયો, છતાં લોકોને હજુ સુધી રાહત મળી નથી. અહીંના લોકોનું જીવન નરક બની ગયું છે.
ઝેરી ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તો આંખો અને ગળામાં બળતરા થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : અમેરિકામાં મોટી બેંકિંગ કટોકટી સર્જાઈ! આ બેંકને લાગ્યા તાળાં, ભારતીય રોકાણકારો પણ ચિંતિત