ગવલીથી ગાંધી સુધીની પત્રકારત્વની સફર… પત્રકાર દેવાંશુ દેસાઈની પત્રકાર તરીકેની કારકિર્દી પર એક નજર

by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

૧૯૯૩-મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસને ૩૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે… આ કેસના સતત ૨૫વર્ષ સુધી રિપોર્ટિંગ માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામનાર એકમાત્ર ભારતીય પત્રકાર એવા ગુજરાતી ભાષાના જાંબાઝ પત્રકાર અને લોકપ્રિય લેખક દેવાંશુ દેસાઈને જન્મદિવસે વધામણાં…ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ સોમા વર્ષમાં પ્રવેશ્યા હતા ત્યારે એમનો છેલ્લો ઇન્ટરવ્યૂ દેવાંશુ દેસાઈ કર્યો હતો. એ સમયે દેવાંશુ દેસાઈની ઉંમર હતી ૨૬ વર્ષ… માત્ર ૨૬ વર્ષની ઉંમરે ૧૦૦મા વર્ષમાં પ્રવેશેલા વડાપ્રધાનનો ઇન્ટરવ્યૂ એ કદાચ એમનો અજરામર રેકોર્ડ હશે…

એવો બીજો રેકોર્ડ એટલે ૧૯૯૩ મુંબઈ બોમ્બ બ્લાસ્ટ. કેસનું સળંગ ૨૫ વર્ષ સુધી રીપોર્ટીગ… ૧૯૯૩ મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસ એ બીજા વિશ્વયુદ્ધ પછી સામૂહિક ષડયંત્રનો દુનિયાનો બીજા નંબરનો કેસ હતો… દેવાંશુ દેસાઈએ સળંગ ૨૫ વર્ષ આ કેસનો રિપોર્ટિંગ કર્યું એ બદલ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં એકમાત્ર ભારતીય પત્રકાર તરીકે એમનું નામ નોંધાયું છે…

આ રેકોર્ડ ના આવતા ૫૦ કે ૧૦૦ વર્ષમાં ભાગ્ય જ તૂટશે… એમને ત્રીજો રેકોર્ડ એટલે લાઈવ એન્કાઉન્ટરમાં હાજરી… ૨૦૦૩ કે ૨૦૦૪ની આસપાસ મુંબઈના નવા બનેલા ઓશિવારા પોલીસ સ્ટેશનના સિનિયર મહિલા પોલીસ અધિકારી પ્રાચી બઢે અને ટીમે દહિસરના એક ગેંગસ્ટરનું એન્કાઉન્ટર કર્યું…

એ સમયે દેવાંશુ દેસાઈ પણ ત્યાં હાજર હતા… ૧૯૯૩ના તત્કાલીન પોલીસ કમિશનર અમરજીત સામરાજી થી લઈને રાકેશ મારિયા સુધી લગભગ ૨૫ વર્ષ સુધી મુંબઈના તમામ પોલીસ કમિશનરના ઇન્ટરવ્યૂ દેવાંશુ દેસાઈએ કર્યા છે… મુંબઈના ગેંગસ્ટર અરૂણ ગવલી, છોટા રાજનનો પરિવાર અમર નાઈકનો પરિવાર,દાઉદની બહેન વગેરે…

એ ઉપરાંત પૂ. મોરારીબાપૂ, પૂ.રમેશભાઈ ઓઝા,લતા મંગેશકર,બાળાસાહેબ ઠાકરે,રાજેશ ખન્ના જેવા મહારથી,તેમજ કરંટ ટોપિક,રીત રિવાજ, પોલીસ, ગેંગસ્ટર થી લઈને ફૂડ,ફેશન, પાંચ લોકસભા,પાંચ વિધાનસભા ,પાંચ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનું કવરેજ…

તેમજ મહાત્મા ગાંધી સંબંધી ઘણી સ્ટોરીઓ કરી… મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના સભ્ય રહી ચૂકેલા દેવાંશુ દેસાઈ મધુર યાત્રા પુસ્તકના લોકપ્રિય લેખક તરીકે પણ જાણીતા છે…

 
ટૂંકમાં ગવલીથી ગાંધી સુધીની એમની પત્રકારત્વની સફર અત્યંત રોચક અને ઇન્ટરેસ્ટિંગ રહી છે…વાચકોને ઉપયોગી હજારો લેખ લખ્યા છે… વાચકોના માનીતા લોકપ્રિય પત્રકાર-લેખકને એમના જન્મદિવસે વધામણાં…

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More