એક તો ચોરી, ઉપર સે સીના જોરી. મુંબઇમાં ટ્રાફિક સિગ્નલ તોડવા માટે રોકાતા બાઈક સવારે પોલીસ કોન્સ્ટેબલ પર જ કર્યો હુમલો, જુઓ વીડિયો

by kalpana Verat
Traffic cop assaulted On Camera for stopping two men over jumping signal, one held

ટ્રાફિક નિયમનની કામગીરી દરમિયાન પોલીસ અને પ્રજા વચ્ચે માથાકૂટના અનેક બનાવો બનતા રહે છે. ખાસ કરીને મોટા શહેરોમાં આવા બનાવો વધારે બનતા હોય છે. આવો વધુ એક બનાવ મુંબઈ શહેરમાં બન્યો છે.

અહીં એક વ્યક્તિએ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ સાથે મારપીટ અને દુર્વ્યવહાર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે બાઇક પર સવાર બે લોકો સિગ્નલ તોડીને ભાગવા લાગ્યા તો સામે ઉભેલા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે તેમને રોક્યા. જેના પર તેણે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. માત્ર દલીલ જ નહીં, તેણે કેમેરા સામે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ સાથે મારપીટ અને દુર્વ્યવહાર પણ કર્યો હતો. ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવા અને અપશબ્દો બોલી સિગ્નલ તોડવા બદલ બાઇક સવાર સામે કેસ નોંધાયા બાદ પોલીસે બેમાંથી એક આરોપીની ધરપકડ કરી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં બળબળતા બપોર… માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી, રવિવારે શહેરમાં નોંધાયું સૌથી વધુ ઊંચું તાપમાન…

આ મામલો મુંબઈના કુર્લા વિસ્તારનો છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. વાસ્તવમાં, કુર્લા એલબીએસ માર્ગ પર બસ ડેપો પાસે સિગ્નલ પર ફરજ પરના એક ટ્રાફિક કોન્સ્ટેબલે બાઇક ચાલકને સિગ્નલ તોડવા પર રોક્યો, ત્યારે બાઇક ચાલકે કોન્સ્ટેબલ સાથે મારપીટ અને દુર્વ્યવહાર શરૂ કર્યો..

Join Our WhatsApp Community

You may also like