ગજરાજનો આતંક.. બિહારના આ સરહદી ગામમાં હાથીના ઝુંડે મચાવ્યો ઉત્પાત, તોડ્યા મકાનો, પાકને નુકસાન પહોંચાડ્યું… જુઓ વિડિયો

બૈરિયા અને તેહદાગચ બ્લોક વિસ્તારના બૈરિયા સહિત અનેક સરહદી ગામોમાં ત્રણ હાથીઓના ટોળાએ વિનાશ સર્જ્યો છે

by kalpana Verat
Elephants Destroyed Houses And Crops In The Border Villages Of Terdagach Block In Kishanganj

News Continuous Bureau | Mumbai

બિહારના કિશનગંજ જિલ્લામાં જંગલી હાથીઓના ટોળા દ્વારા આતંક મચાવવાનો મામલો સામે આવ્યો છે. બૈરિયા અને તેહદાગચ બ્લોક વિસ્તારના બૈરિયા સહિત અનેક સરહદી ગામોમાં ત્રણ હાથીઓના ટોળાએ વિનાશ સર્જ્યો છે અને અનેક ઘરોને નષ્ટ કર્યા છે. આ સાથે ખેડૂતોનો મકાઈનો પાક પણ બરબાદ થઈ ગયો છે. હાથીઓના ડરને કારણે આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, મંગળવારે ત્રણ જંગલી હાથીઓનું ટોળું નેપાળમાંથી ઘૂસી આવ્યું અને તેહદાગછના અનેક સરહદી ગામોમાં ઘૂસીને તબાહી મચાવી દીધી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ત્રણ હાથી ગામમાં ઘૂસતા જોવા મળે છે. તેઓ ઘરોમાં તોડફોડ કરે છે. મકાઈના પાકનો નાશ કરે છે. આ પછી તેઓ જે કંઈ સામે આવ્યું તેને કચડીને આગળ વધતા રહ્યા..આ ઘટનામાં ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી છે. આ ઘટના અંગે ગભરાયેલા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : બજાજ ઓટોના ચેરમેન નિરજ બજાજે મુંબઈના મલબાર હિલમાં રૂ. 252.5 કરોડમાં ટ્રિપ્લેક્સ ખરીદ્યું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More