ગુજરાતમાં ઠેક ઠેકાણે વરસાદ, આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. જાણો શું કહે છે મોસમ વિભાગ.

મોસમ વિભાગે ચાર દિવસ સુધી મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની આગાહી કરી છે ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે.

by Dr. Mayur Parikh
Rain in several parts of Gujarat

News Continuous Bureau | Mumbai

રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આજે પણ રાજ્યના અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. ચાલુ અઠવાડિયાના બાકી દિવસો દરમિયાન માવઠાની વકી છે. વરસાદી માહોલ બનવાથી તાપમાનમાં પણ ઘટાડો નોંધાવાની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર અને બોટાદમાં વીજળીના કડકા અને ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  આજે છત્રી લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More