પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે, શનિવાર અને રવિવાર માર્ચ, 2023ની મધ્યરાત્રિએ વસઈ રોડ અને ભાયંદર સ્ટેશનો વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર રાત્રે 23.30 કલાકથી 03.30 કલાક સુધી અને ડાઉન ફાસ્ટ લાઇન પર રાત્રે 00.45 કલાકથી 04.45 કલાક સુધી એમ ચાર કલાકનો જમ્બો બ્લોક લેવામાં આવશે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જારી કરેલી પ્રેસ રીલીઝ અનુસાર, બ્લોક સમયગાળા દરમિયાન, વિરાર અને ભાયંદર/બોરીવલી સ્ટેશનો વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇનની તમામ ટ્રેનો ધીમી લાઇન પર ચલાવવામાં આવશે.
બ્લોક સમયગાળા દરમિયાન અપ અને ડાઉન દિશામાં કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ રહેશે. આ બ્લોક વિશે વિગતવાર માહિતી સંબંધિત સ્ટેશન માસ્ટર્સ પાસે ઉપલબ્ધ છે. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી શરૂ કરતી વખતે ઉપરોક્ત વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખો.
આ સમાચાર પણ વાંચો : PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા આ હાઈવે પર રાત્રી મુસાફરી બની રહી છે જોખમી, ક્યારેક વાહનો પર પથ્થરમારો અને તો ક્યારેક લૂંટફાટ..
તદનુસાર, રવિવાર, 19મી માર્ચ, 2023 ના રોજ પશ્ચિમ રેલવેના ઉપનગરીય વિભાગ પર કોઈ દિવસ દરમિયાન બ્લોક રહેશે નહીં.