News Continuous Bureau | Mumbai
શહેનશાહ ફિલ્મનું એ જેકેટ યાદ છે? 1988ની આ ફિલ્મમાં બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને સ્ટીલ આર્મ્સ સાથે બ્લેક જેકેટ પહેર્યું હતું. હવે અમિતાભ બચ્ચને પોતે જ ખુલાસો કર્યો છે કે જેકેટ ક્યાં છે. અમિતાભ બચ્ચને જણાવ્યું કે તેણે તે જેકેટ સાઉદી અરેબિયામાં પોતાના એક ખાસ મિત્રને ગિફ્ટ કર્યું હતું.
અમિતાભ બચ્ચને ફ્રેન્ડ નો માન્યો આભાર
અમિતાભ બચ્ચને જેકેટ મળવા પર તેમના મિત્ર દ્વારા શેર કરેલી આભારની નોંધને રીટ્વીટ કરી. જેમાં લખ્યું હતું, ‘અમિતાભ બચ્ચન, મનોરંજનની દુનિયાના મહાન અને શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક, તમે માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે સન્માન છો. તમે મોકલેલી ભેટ બદલ આભાર. તે ઘણું મહત્વનું છે.’ ટ્વીટ સાથે સાઉદી અરેબિયા અને ભારતના ધ્વજની નિશાની જોવા મળી હતી.આ ટ્વિટના જવાબમાં બિગ બીએ લખ્યું, ‘મારા સૌથી પ્રિય અને સૌથી ખાસ મિત્ર… હું ખૂબ જ સન્માનિત છું કે તમને મારી ફિલ્મ શહેનશાહમાં પહેરવામાં આવેલા સ્ટીલ આર્મ જેકેટ ની ભેટ મળી છે. કોઈ દિવસ હું તમને કહીશ કે મેં તે કેવી રીતે હાંસલ કર્યું…મારી તરફથી તમને ઘણો પ્રેમ.”
T 4591 – My dear and most considerate friend .. I am so honored that you have received the gift of the jacket with the steel arm that I wore in my film SHAHENSHAH .. some day I shall tell you how I was able to retrieve it .. my love to you .. @Turki_alalshikh https://t.co/mfkGijqQue
— Amitabh Bachchan (@SrBachchan) March 20, 2023
ફિલ્મ શહેનશાહ માં ભજવી હતી આ ભૂમિકા
અમિતાભ બચ્ચને શહેનશાહ ફિલ્મમાં વિજય કુમાર શ્રીવાસ્તવની ભૂમિકા ભજવી હતી. વિજય કુમાર દિવસે ભ્રષ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે અને રાત્રે અન્યાય સામે લડે છે. આ ફિલ્મમાં મીનાક્ષી શેષાદ્રી, પ્રાણ, અરુણા ઈરાની, પ્રેમ ચોપરા, અમરીશ પુરી, કાદર ખાન, સુપ્રિયા પાઠક અને અવતાર ગિલ પણ જોવા મળ્યા હતા.