મોટી દુર્ઘટના.. કેબલ તૂટ્યો અને અચાનક ધડામ દઇને 30 ફૂટ નીચે પડી ઊંચાઇએથી રાઇડ, કેમેરામાં કેદ થયા ખૌફનાક દ્રશ્યો.. જુઓ વિડીયો..

by Dr. Mayur Parikh
Tower swing ride crashes at fair in Rajasthan's Ajmer, 15 injured

News Continuous Bureau | Mumbai

રાજસ્થાનના અજમેર જિલ્લામાં એક મેળા દરમિયાન ગંભીર દુર્ઘટના સામે આવી છે. અહીંના કુંદન નગરમાં આવેલા ડિઝનીલેન્ડમાં મંગળવારે કેબલ તૂટવાના કારણે રાઈડ 30 ફૂટની ઊંચાઈથી નીચે પડી છે. આ દુર્ઘટના 7 બાળકો સહિત 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ રાઈડમાં કુલ 25 લોકો બેઠા હતા. અકસ્માત બાદ રાઈડનો સંચાલક સહિત તમામ દુકાનદારો મેળામાંથી ફરાર થઇ ગયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ વધુ તપાસ આરંભી છે.

મહત્વનું છે કે કુંદન નગર વિસ્તારમાં 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલ દરબાર ડિઝનીલેન્ડ 28 માર્ચે સમાપ્ત થવાનું હતું. જોકે મંગળવારે સાંજે 7 વાગ્યાની આસપાસ 25 લોકો રાઈડમાં બેઠા હતા. અચાનક કેબલ તૂટી ગયો અને રાઈડ ઊંચાઈ પરથી નીચે પડી હતી. હાલ આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકો બૂમો પાડતા સાંભળી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : નવતર પ્રયોગ.. મહારાષ્ટ્ર્ના આ જિલ્લાના એક ખેડૂતે દ્રાક્ષની નવી જાત શોધી કાઢી, નેશનલ રિસર્ચ સેન્ટરે પણ આપ્યું પ્રમાણપત્ર

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More