News Continuous Bureau | Mumbai
ભારતના સરબજોત સિંહે શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એર પિસ્તોલ ઈવેન્ટમાં તેણે સીધું જ ગોલ્ડ પર નિશાન સાધ્યું છે. મહત્વનું છે કે આ શૂટિંગ વર્લ્ડ કપનું આયોજન ભારતમાં જ થઈ રહ્યું છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આજથી જ આ વર્લ્ડ કપની સ્પર્ધાઓ શરૂ થઈ ગઈ છે.
આ ઈવેન્ટ ભોપાલની ‘MP સ્ટેટ શૂટિંગ એકેડમી’માં યોજાઈ રહી છે. આ શૂટિંગ વર્લ્ડ કપમાં અલગ-અલગ રાઈફલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધાઓ યોજાશે. આમાં ભાગ લેવા માટે 30 થી વધુ દેશોના 200 થી વધુ શૂટર્સ ભોપાલ પહોંચ્યા છે. તેમની સાથે 75 થી વધુ ટેકનિકલ અધિકારીઓ પણ આવ્યા છે. આ વર્લ્ડ કપમાં ભારતના કુલ 37 શૂટર્સ ભાગ લઈ રહ્યા છે. જેમાંથી 20 પુરૂષો અને 17 મહિલાઓ છે.
આ સમાચાર પણ વાંચો : પાટનગર દિલ્હીમાં PM મોદી લગાવાયા વિરોધી પોસ્ટરો, પોલીસે આટલા લોકોની કરી ધરપકડ, નોંધ્યા 100થી વધુ કેસ…
આ દેશો ભાગ લઈ રહ્યા છે
આ શૂટિંગ વર્લ્ડ કપમાં જર્મની, ઈઝરાયેલ, અમેરિકા, જાપાન, બ્રાઝિલ, ચીન, ચેક રિપબ્લિક, અઝરબૈજાન, બાંગ્લાદેશ, બોસ્નિયા અને હર્ઝેગોવિના, ડેનમાર્ક, ફ્રાન્સ, બ્રિટન, હંગેરી, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, કોરિયા, સાઉદી અરેબિયા, લિથુઆનિયા ભાગ લઈ રહ્યા છે. જેમાં માલદીવ, મેક્સિકો, રોમાનિયા, સિંગાપોર, સર્બિયા, શ્રીલંકા, ચાઈનીઝ તાઈપેઈ, સ્વિટ્ઝર્લેન્ડ, સ્વીડન, ઉઝબેકિસ્તાન જેવા દેશો ભાગ લઈ રહ્યા છે.