સુરતમાં આ ટોલ નાકા પર કર્મચારી સાથે વાહન ચાલકનો વિવાદ, કર્મચારીને સાથે અભદ્ર ભાષા બોલી ઢોર માર માર્યો.. જુઓ વિડીયો..

by Dr. Mayur Parikh
Vehicle drivers conflict with toll naka employees in surat

કામરેજના ચોર્યાસી ટોલ નાકાનો વિવાદ શમવાનું નામ નથી લેતો. ત્યારે બુધવારે મોડી રાત્રે ફરી એક વાહન ચાલકે ટોલ બુથ કર્મી સાથે કરેલી મારપીટ ટોલ બુથના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. કામરેજના ચોર્યાસી ટોલ બુથના કર્મચારી અને વાહન ચાલકો બંને વચ્ચે દિવસે દિવસે ઘર્ષણ થઈ રહ્યું છે. ત્યારે વધુ એક ડમ્પર ચાલકે ટોલ બુથ કર્મી સાથે કરેલી મારપીટ સીસીટીવી માં આબાદ કેદ થઈ હતી. ચોર્યાસી ટોલ નાકા પર ટોલ ઉઘરાવતી સ્કાય લાર્ક ઇન્ફ્રા કંપનીના અધિકારી દ્વારા કામરેજ પોલીસ મથકે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગત રોજ ફરિયાદ નોંધાવાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે મોડી રાત્રે ચોર્યાસી ટોલ નાકા પરથી ટાટા અંબિકાનું નંબર વગરના નવા ડમ્પર ચાલકે ટોલ ભર્યા વિના પોતાનું ડમ્પર હંકારી આગળ લેતા ટોલ બુથ પરના કર્મચારીએ તેને રોકવાની કોશિશ કરી હતી. ત્યારે ડમ્પર ચાલક નીચે ઉતરી સીધો જ ટોલ બુથ કર્મચારી સાથે અભદ્ર ભાષા બોલી તેની મારપીટ કરવા લાગ્યો હતો.બાદમાં ડમ્પર ચાલકે તેમના માણસોને ફોન કરી ટોલ નાકા પર બોલાવ્યા હતા. ઘટના સ્થળે આવી પહોંચેલા વ્યક્તિને ટોલ અધિકારી દ્વારા ડમ્પર ચાલકે કરેલી મારપીટના સીસીટીવી તેમને બતાવતા તેમણે ડ્રાઈવરની ભૂલ હોય હવે પછી આવી ભૂલ નહીં થાય એ અંગે માફી માંગી હતી. પરંતુ ડ્રાઈવર ફરી રાત્રીના સમયે 20 થી 24 વ્યક્તિનું ટોળું લઈ વિજય હોટલમાં રહેતા ટોલ કર્મીના રહેઠાણ પર ધસી ગયો હતો અને ટોલ બુથ પર પોતાનું ડમ્પર અટકાવનાર ટોલ કર્મીને શોધતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ રિમાર્ક કેસમાં દોષિત ઠેરવ્યા બાદ લોકસભામાંથી સાંસદ સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે. વાંચો ઓર્ડરની કોપી

ફરિયાદમાં વધુમાં નોંધવામાં આવ્યું હતું કે ટોલ કર્મીઓ સાથે કોઈ પણ જાતની ઘટના બને તો તેની તમામ જવાબદારી જાનથી મારવાની ધમકી આપનાર વ્યક્તિની રહેશે.

Join Our WhatsApp Community

You may also like