ઉર્દૂ ભાષામાં ઉદ્ધવ ઠાકરેની સભાનું પોસ્ટર! સોશ્યલ મિડીયામાં બબાલ

ઉદ્ધવ ઠાકરે હાલ મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેમણે શિવસેનાના ઘણા ધારાસભ્યોના મતવિસ્તારમાં બેઠકો કરી રહ્યાં છે. ખેડ બાદ હવે માલેગાંવમાં ઉદ્ધવ ઠાકરેની સભા યોજાશે અને આ માટે લગાવવામાં આવેલા બેનરની ચર્ચા રાજકીય વર્તુળમાં થવા લાગી છે.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

માલેગાંવમાં  ઉદ્ધવ ઠાકરેની સભા થવાની છે જેના માટે ઉર્દુ ભાષામાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પ્રબોધંકર ઠાકરે, બાળાસાહેબ ઠાકરે, આદિત્ય ઠાકરે, સંજય રાઉત, છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા ફુલે, ડૉ. બાબાસાહેબ આંબેડકરના પણ ફોટા છે.

ઉર્દૂ ભાષામાં પોસ્ટરને કારણે ટીકા

ઉર્દૂ ભાષાના આ પોસ્ટરથી શિંદે-ફડણવીસ સરકારે ઠાકરે જૂથ પર નિશાન સાધ્યું છે. મંત્રી શંભુરાજ દેસાઈએ ટીકા કરી છે કે જો બાળાસાહેબ હોત તો આવા પોસ્ટર ન લાગ્યા હોત, તેમણે આ સહન ન કર્યું હોત. ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ આઘાડીની સરકારમાં હોવાથી તેમને આ બધું સહન કરવું પડે છે.

શિવસેનાના શીતલ મ્હાત્રેએ પણ આ અંગે ટ્વીટ કર્યું છે અને તેમણે ઠાકરે જૂથ પર નિશાન સાધ્યું છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More