રિલાયન્સ જિયોએ તેના Jio Fiber બ્રોડબેન્ડ માટે એક નવો પ્લાન રજૂ કર્યો છે. કંપનીએ Jio Fiberના આ પ્લાનને બેક-અપ પ્લાન નામ આપ્યું છે. આ પ્લાન સાથે તમને માત્ર 198 રૂપિયામાં અનલિમિટેડ ઈન્ટરનેટ મળશે. આ પ્લાન ટાટા આઈપીએલ માટે ખાસ રજૂ કરવામાં આવ્યો છે. ગ્રાહકોને આ પ્લાન સાથે 10Mbps થી 100Mbps સુધીની સ્પીડ પસંદ કરવાનો વિકલ્પ મળશે. નવો પ્લાન 30 માર્ચથી રિચાર્જ કરી શકાશે.
આ પ્લાનમાં ગ્રાહકોને દર મહિને માત્ર 198 રૂપિયામાં 10 Mbpsની સ્પીડ પર અનલિમિટેડ ઇન્ટરનેટ મળશે. આ સિવાય Jio Fiberના આ પ્લાનમાં અનલિમિટેડ લેન્ડલાઈન કોલિંગ પણ મળશે. આ પ્લાનમાં એક ક્લિક સ્પીડ અપગ્રેડની સુવિધા પણ ઉપલબ્ધ છે. જો કે Jio Fiberના આ પ્લાનની કિંમત 198 રૂપિયા છે, પરંતુ ગ્રાહકોને સ્પીડ અપગ્રેડ અને OTTનો ફાયદો મળશે.
સરળ શબ્દોમાં કહીએ તો, Jio ફાઇબર બેકઅપ પ્લાનની કિંમત 1,490 રૂપિયા છે અને આમાં ઇન્સ્ટોલેશન માટે તમારી પાસેથી 500 રૂપિયા લેવામાં આવે છે એટલે કે પ્લાન માટે 990 રૂપિયા અને ઇન્સ્ટોલેશન માટે 500 રૂપિયા. આ કિસ્સામાં, આ પ્લાનની માસિક અસરકારક કિંમત 198 રૂપિયા થઈ જાય છે. આ પ્લાન 5 મહિના માટે રહેશે. બેક પ્લાન લીધા બાદ ગ્રાહકોને 10Mbpsની સ્પીડ પર અનલિમિટેડ ઈન્ટરનેટ મળશે. એકંદરે, તમે એક મહિના માટે રૂ. 198 ચૂકવીને પ્લાન મેળવી શકતા નથી.
આ સમાચાર પણ વાંચો : પુણે પોલીસની દમદાર કામગીરી, આ ક્રિકેટરના પિતા થયા ગુમ, કલાકોની લાંબી શોધખોળ બાદ અહીંથી શોધી કાઢયા…
Jio ફાઇબર બેકઅપ પ્લાન હેઠળ 100 રૂપિયા અને 200 રૂપિયા પ્રતિ માસના બે પ્લાન પણ છે. આમાં 4K સેટ ટોપ બોક્સ સાથે 400 લાઈવ ટીવી ચેનલો, 6 OTT (Netflix, Prime Video, Disney+ Hotstar, Sony LIV, ZEE5, VOOT સિલેક્ટ)નો સમાવેશ થાય છે. આ સિવાય યુનિવર્સલ, લાયન્સ ગેટ પ્લે, સન NXT, HoiChoi, Discovery+, JioCinema, Shemaroo, ALT બાલાજી, VOOT Kids, EROS Nowની ઍક્સેસ પણ ઉપલબ્ધ હશે.