News Continuous Bureau | Mumbai
‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ ગાલાનો બીજો દિવસ પણ ધમાકેદાર રહ્યો અને સેલેબ્સ ના પર્ફોર્મન્સે તેમાં ચાર ચાંદ લગાવ્યા. શાહરૂખ ખાનથી લઈને વરુણ ધવન અને રણવીર સિંહથી લઈને પ્રિયંકા ચોપરા સુધીના અંદરના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન, રશ્મિકા મંદન્ના અને આલિયા ભટ્ટનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને RRRના સુપરહિટ ગીત નાટુ-નાટુ પર ડાન્સ કરતા જોવા મળે છે.
આલિયા-રશ્મિકા નું ધમાકેદાર પરફોર્મન્સ
NMACC ઇવેન્ટના બીજા દિવસે રશ્મિકા મંડન્ના અને આલિયા ભટ્ટે મંચ પર રંગ જમાવ્યો. સ્ટેજ પર રશ્મિકા જોવા મળે છે અને પછી આલિયા પણ પહોંચી જાય છે. નાટુ-નાટુ ગીત બેકગ્રાઉન્ડમાં વાગે છે, જેને સાંભળીને આલિયા ભટ્ટ તેના સેન્ડલ ઉતારે છે. આ પછી, આલિયા અને રશ્મિકાએ શાનદાર કોર્ડિનેશન સાથે હૂક સ્ટેપ કર્યો અને બધાનું દિલ જીતી લીધું. સોશિયલ મીડિયા પર આલિયા-રશ્મિકાના આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
આલિયા ભટ્ટ અને રશ્મિકા મંડન્નાની કેમેસ્ટ્રી એ મચાવી ધૂમ
રસપ્રદ વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ચાહકોની નજર અભિનેત્રી આલિયા ભટ્ટ અને રશ્મિકા મંદન્નાની સિઝલિંગ કેમેસ્ટ્રી પર ટકેલી હતી. આ ગીત પર બંનેએ સાથે ખૂબ જ સુંદર ડાન્સ કર્યો હતો. આ વીડિયો જોયા બાદ લોકો બંને એક્ટ્રેસની કેમેસ્ટ્રીના વખાણ કરતા જોવા મળ્યા હતા. સાઉથની ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદન્ના આ ભવ્ય કાર્યક્રમમાં પહોંચીને તમામ લાઈમલાઈટ લૂંટતી જોવા મળી હતી.