‘ટ્રેનમાં બિકીની, બધા વચ્ચે કિસ’ દિલ્હીની મેટ્રોમાં આ શું ચાલી રહ્યું છે ? આ વીડિયોએ ચારે બાજુ મચાવી દીધો હંગામો.. જુઓ વિડીયો

by Dr. Mayur Parikh
Mumbai will get new metro in January 2023

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયા પર કપલના રોમાંસના કેટલાય વીડિયો વાયરલ થયા છે. મુંબઈની મરીન લાઈન્સ હોય કે લોકલ ટ્રેનમાં કપલનો રોમાંસ. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને યુઝર્સે કપલની આકરી ટીકા કરી હતી.

મુંબઈ લોકલમાં એક કપલના રોમાન્સ બાદ હવે દિલ્હી મેટ્રોમાં એક કપલનો રોમાન્સ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને નેટીઝન્સ ગુસ્સામાં છે. કારણ કે આ કપલ મેટ્રોમાં મુસાફરી દરમિયાન એકબીજાને કિસ કરતા જોવા મળે છે. આ કપલની બંને બાજુમાં લોકો બેઠાં છે. આ કપલને કોઈની કંઈ જ પડી ન હોય એમ કિસ કરવામાં મગ્ન રહ્યા હતા. હવે જાહેર સ્થળોએ આવી અશ્લીલ હરકતો કરતા યુગલો સામે કાર્યવાહી કરવાની માંગણી વેગ પકડી રહી છે.

મેટ્રો હોય કે લોકલ યુવાનો અહીં સોશિયલ મીડિયા માટે રીલ બનાવતા જોવા મળે છે. જ્યારે નિયમો અનુસાર અહીં વિડીયોગ્રાફી કરવા પર પ્રતિબંધ છે.

આ સમાચાર પણ વાંચો:   મુંબઈ લોકલ ટ્રેનના ડબ્બાના દરવાજા પર ઊભેલા મુસાફરો વચ્ચે થયો ઝઘડો, પ્લેટફોર્મ પર જ થઈ ગઈ મારામારી! જુઓ વિડીયો..

Join Our WhatsApp Community

You may also like