News Continuous Bureau | Mumbai
વર્ષ 2018માં બોલીવુડ અભિનેતા અજય દેવગણની એક ‘રેડ’ નામની ફિલ્મ આવી હતી, જેમાં એક નેતાના ઘરની દિવાલોમાંથી દરોડા દરમિયાન કરોડો રૂપિયા અજય દેવગણ શોધી કાઢે છે. ત્યારે હવે આ જ પ્રકારની એક ઘટના હકીકતમાં સામે આવી છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST)ની ટીમે હરિયાણાના ફરીદાબાદમાં રહેતા એક બિઝનેસમેનના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં મોટા પાયે ઘરની દિવારોમાંથી ત્રણ કરોડ રૂપિયાની રોકડ મળી છે. આ રોકડ દિવાલોની અંદર છાજલીઓ બનાવીને રાખવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: મંગલ પાંડેની પુણ્યતિથિ આજે છે પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેની 166મી પુણ્યતિથિ, જાણો 1857ની ક્રાંતિના ‘અગ્રદૂત’ની વાર્તા
કહેવામાં આવી રહ્યું છે કે દરોડા દરમિયાન વેપારીના ઘરેથી લગભગ 3 કરોડ રોકડ મળી આવી હતી. આ કેશને દિવાલોની અંદર છુપાવીને રાખવામાં આવ્યો હતો. CGST ટીમે આ અંગે આવકવેરા વિભાગને પણ જાણ કરી છે. હવે આવકવેરા વિભાગ પણ આ મામલે તપાસ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બિઝનેસમેન આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા વિના વ્યવસાય કરી રહ્યો હતો.