ટ્રાફિક જામથી બચવા ‘ડ્રીમ ગર્લ’ હેમા માલિનીએ મુંબઈ મેટ્રોમાં કરી મુસાફરી, ઓટોનો પણ સહારો લીધો.. આવું હતું લોકોનું રિએક્શન. જુઓ વિડિયો..

by Dr. Mayur Parikh
hema malini traveled in metro to avoid traffic jam watch viral video

News Continuous Bureau | Mumbai

મુંબઈની ટ્રાફિક હોય કે દિલ્હીની. દરેક વ્યક્તિ પરેશાન છે. સામાન્ય અને ખાસ દરેકનો સમય બગડે છે. માત્ર ટ્રાફિક જામને કારણે. જોકે મેટ્રો સેવાને કારણે થોડી સગવડ છે. જેના કારણે લોકો ટ્રાફિકમાં ફસાયા વિના ઓછા સમયમાં તેમના ગંતવ્ય સ્થાને પહોંચી જાય છે. હેમા માલિની સાથે પણ આવું જ બન્યું હતું. જ્યારે તેમણે મેટ્રોપોલિટન મેટ્રોનો લાભ લીધો અને અડધા કલાકમાં બે કલાકની મુસાફરી કરી, ત્યારે તેમણે આ ખુશી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને અનુભવ કહ્યો.

અભિનેત્રી હેમા માલિનીએ ટ્વીટર પર ઘણા ફોટો અને વીડિયો પણ પોસ્ટ કર્યા છે. વીડિયોમાં ગુલાબી શર્ટ અને સફેદ પેન્ટ પહેરીને અભિનેત્રી મુંબઈ મેટ્રોની અંદર સાથી યાત્રીઓની સાથે સેલ્ફી લેતા જોવા મળી રહી છે. મેટ્રોની સવારી બાદ હેમા માલિનીએ પોતાની બાકીની યાત્રા ઓટોમાં પુરી કરી.

મેટ્રો બાદ તેમણે ડીએન નગર સુધી ઓટો રીક્ષાની સવારી પણ કરી હતી. જેનો વિડીયો શેર કરતા તેમણે લખ્યું કે જયારે તે તેમનાં ઘર આગળ ઓટોમાંથી ઉતર્યા ત્યારે તેમનાં ઘરના સુરક્ષા ગાર્ડ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ સમાચાર પણ વાંચો:  શું કહ્યું? ‘ગૌમૂત્ર મનુષ્ય માટે હાનિકારક, ભેંસનું મૂત્ર વધુ અસરકારક’ આ રિસર્ચ રિપોર્ટમાં કરાયો ચોંકાવનારો દાવો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More