News Continuous Bureau | Mumbai
સિનેજગત માંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી ઉત્તરા બાવકરે 79 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ઉત્તરા બાવકરે મહારાષ્ટ્રના પુણેમાં અંતિમ શ્વાસ લીધા. ઉત્તરા બાવકર લાંબા સમયથી બીમાર હતા અને તેમના મૃત્યુની પુષ્ટિ તેમના પરિવારના નજીકના સૂત્રોએ કરી હતી.
એક વર્ષ થી બીમાર હતી ઉત્તરા બાવકર
પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તરા બાવકર 79 વર્ષની હતી અને છેલ્લા એક વર્ષથી બીમાર હતી. ઉત્તરા બાવકરે મંગળવારે પુણેની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે સવારે ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘તમસ’માં તેના અભિનય બાદ ઉત્તરા બાવકર ચર્ચામાં આવી હતી. તેણે સુમિત્રા ભાવેની ફીચર ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
ઉત્તરા બાવકર ની ફિલ્મો
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માં અભિનયની ઝીણવટભરી બાબતો શીખનાર ઉત્તરા બાવકરે ‘મુખ્યમંત્રી’માં પદ્માવતી, ‘મેના ગુર્જરી’માં મેના, શેક્સપિયરની ‘ઓથેલો’માં ડેસડેમોના અને નાટ્યકાર ગિરીશ કર્નાડના નાટક ‘તુગલક’માં માતાની ભૂમિકા ભજવી હતી.