News Continuous Bureau | Mumbai
રોગચાળાના બે વર્ષ દરમિયાન તમામ ઓનલાઈન પરીક્ષાઓમાં 90% થી વધુ સફળ પરિણામો નોંધાયા હતા. . હવે જ્યારે પહેલાની માફક પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ખરાબ પરિણામો સામે આવી રહ્યા છે. પ્રાપ્ત થયેલા આંકડા મુજબ સફળતાનો દર ત્રણેય મુખ્ય અભ્યાસક્રમોમાં એટલે કે આર્ટસ કોમર્સ અને સાયન્સમાં ઘટીને 33% થી 36% થઈ ગયો છે. આ પરિણામો અત્યાર સુધીના સૌથી ખરાબ પરિણામો છે.
TYBCom સેમેસ્ટર Vની પરીક્ષા આપનારા 61,107 વિદ્યાર્થીઓમાંથી 40,000થી વધુ નાપાસ થયા હતા.
TYBScમાં, 36%એ પરીક્ષા પાસ કરી.
ટીવાયબીએમાં- જેનું પરિણામ પાંચ મહિના પછી શનિવારે જાહેર થયું- 66.5% વિદ્યાર્થીઓ નાપાસ થયા.
અલગ અલગ કોલેજો તેમજ ડીંમ્ડ યુનિવર્સિટીઓમાં આ આંકડા અલગ છે. પરંતુ એકંદરે એવું ચિત્ર દેખાઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓ પેપર લખવામાં પહેલા જેટલી ચપળતા વાપરી રહ્યા નથી. આ ઉપરાંત કોરોનાને કારણે વિદ્યાર્થીઓની ભણતરના મામલે લિંક તૂટી ગઈ છે જેને કારણે આવું પરિણામ હોઈ શકે છે.