News Continuous Bureau | Mumbai
- તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાને વર્ષ 1959માં રેમન મેગ્સેસે એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
- જોકે આ એવોર્ડ 26 એપ્રિલ 2023ના રોજ એટલે કે ગઈકાલે તેમના હાથમાં આવ્યો.
- લગભગ 64 વર્ષ પછી મેગ્સેસેની ટીમ આ પુરસ્કાર હિમાચલ પ્રદેશમાં તેમના ઘરે લાવીને તેમને અર્પણ કર્યો.
- 1959માં દલાઈ લામાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો કારણ કે તેઓ તિબેટીયન સમુદાય માટે લડ્યા હતા. તેમને આપવામાં આવેલો આ પહેલો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર હતો.
- પુરસ્કારની જાહેરાત કરાઈ ત્યારે તિબેટમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પર ચીન દ્વારા અત્યાચાર કરવામાં આવી રહ્યો હતો.
- ચીનના આક્રમણથી વ્યથિત દલાઈ લામા તિબેટ છોડીને 1959માં ભારત આવ્યા. આ કારણે તેઓ એવોર્ડ સ્વીકારવા જઈ શક્યા ન હતા.
આ સમાચાર પણ વાંચો: જમ્મુ અને કાશ્મીરના પૂંછ આતંકવાદી હુમલો : સેનાની તપાસમાં થયો એવો ખુલાસો કે સુરક્ષા દળો પણ ચોંકી ગયા..
Join Our WhatsApp Community