નહીં ટળે પરિણીતી-રાઘવની સગાઈ!લિકર પોલિસી કેસમાં નામ આવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ કર્યો આ ખુલાસો

રાઘવ ચઢ્ઢાએ લિકર પોલિસી કેસમાં નામ સામે આવ્યા બાદ એક લાંબી ટ્વીટ કરીને સ્પષ્ટતા આપી છે.

by Zalak Parikh
parineeti raghav engagement will not be postponed raghav clarified after his name involved in liquor policy case

News Continuous Bureau | Mumbai

છેલ્લા ઘણા દિવસોથી બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાના નામ એક સાથે જોડવામાં આવી રહ્યા છે. અહેવાલ છે કે બંને 13 મેના રોજ સગાઈ કરવાના છે. પરંતુ આ દરમિયાન સમાચાર આવ્યા કે રાઘવ ચઢ્ઢાનું નામ દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં સામે આવ્યું છે. મનીષ સિસોદિયા પછી, AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ EDની બીજી પૂરક ચાર્જશીટમાં આવ્યું છે. હવે રાઘવે ટ્વીટ કરીને આ અંગે સ્પષ્ટતા આપી છે.

 

રાઘવ ચઢ્ઢા એ કર્યું ટ્વીટ 

તેણે ટ્વીટર પર લખ્યું, “ઈડી દ્વારા મને આરોપી તરીકે જાહેર કરવામાં આવેલા સમાચાર ખોટા અને દુર્ભાવનાપૂર્ણ છે. હું મીડિયાને દૂષિત અહેવાલોથી દૂર રહેવા અને સ્પષ્ટતા જારી કરવા વિનંતી કરું છું, જે નિષ્ફળ જશે તો મને કાનૂની પગલાં લેવાની ફરજ પડશે.”અહેવાલ છે કે મનીષ સિસોદિયાના PA C. અરવિંદે EDને માહિતી આપી છે કે પૂર્વ ડેપ્યુટી સીએમના ઘરે એક મીટિંગ થઈ હતી. જેમાં AAP નેતા રાઘવ ચઢ્ઢા પણ હાજર હતા. જે બાદ તેમનું નામ પણ આ કથિત કૌભાંડમાં જોડવામાં આવી રહ્યું છે.

13 મેના રોજ સગાઈ કરશે રાઘવ અને પરિણીતી 

2 મેના રોજ, પરિણીતી અને રાઘવની સગાઈ ની વાત અનેક અખબારો અને ડિજિટલ પ્લેટફોર્મ પર પુષ્ટિ કરવામાં આવી હતી. પરંતુ થોડા સમય બાદ રાઘવનું નામ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જોડાયું હોવાનું જાણવા મળ્યું છે . જે બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે જો મનીષ સિસોદિયાની જેમ આ કેસમાં રાઘવ ચઢ્ઢાની ધરપકડ થાય છે તો પરિણીતીને સગાઈ માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે.તે જ સમયે, રાઘવ-પરિણીતીને લઈને સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના મીમ બનાવવામાં આવી રહ્યા છે. ટ્વીટ્ટર આ સમાચાર અને તેના પર બનેલા મીમ્સથી છલકાઈ ગયું છે. પરિણીતી અને રાઘવ વિશે લોકો અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે. કોઈ અભિનેત્રીને પૂછે છે કે શું તેણે હવે રાહ જોવી પડશે. તો કોઈ પૂછી રહ્યું છે કે શું આ બધા પછી પરિણીતી ચોપરા લગ્ન રદ કરશે?

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More