મોહ માયા છોડી નેપાળ પહોંચ્યો આમિર ખાન, આટલા દિવસ મેડીટેશન કરશે મિસ્ટર પરફેક્શનિસ્ટ

બોલિવૂડ એક્ટર આમિર ખાન બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. કરોડો લોકો તેને ફોલો કરે છે. અભિનેતા છેલ્લા 30 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. પોતાની કારકિર્દીમાં તેણે એકથી વધુ બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી તેની સફળતાનો ગ્રાફ નીચે આવ્યો છે.હવે એવા સમાચાર સામે આવ્યા છે કે આમિર ખાન નેપાળ માં છે.

by Zalak Parikh
superstar aamir khan reached nepal for meditation

News Continuous Bureau | Mumbai

દંગલ પછી વર્ષ 2018માં આવેલી તેની ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. ચાર વર્ષ પછી, તેણે તેની હોમ પ્રોડક્શનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા સાથે પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આ ફિલ્મની નિષ્ફળતા બાદ આમિરે હાલમાં પોતાની જાતને એક્ટિંગથી દૂર કર્યો છે અને તે એક સારા પ્રોજેક્ટની શોધમાં છે.

 

નેપાળ પહુચ્યો આમિર ખાન 

દરમિયાન, માહિતી સામે આવી છે કે અભિનેતા 10 દિવસ માટે તમામ બાબતો માંથી બ્રેક લઈને નેપાળ પહોંચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ત્યાં ધ્યાન (મેડીટેશન) માટે ગયો છે. તે રવિવારે (7 મે) સવારે નેપાળ પહોંચ્યો હતો. અહેવાલો અનુસાર, તેનું વિપશ્યના કેન્દ્ર બુંદિલકાંઠામાં છે. હાલમાં તે ત્યાં એકલો ગયો છે કે તેના મિત્રો પણ સાથે છે તે હજુ સુધી સામે આવ્યું નથી 

 

આમિર ખાન નું વર્ક ફ્રન્ટ  

‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ પછી, આમિરે જાહેરાત કરી હતી કે તે ફિલ્મોમાંથી બ્રેક લેશે અને સંપૂર્ણ રીતે ફિલ્મોના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. હાલમાં તેઓ આર.એસ. પ્રસન્નાની ‘ચેમ્પિયન્સ’ બનાવવાની તૈયારી કરી રહ્યાં છીએ. તે સ્પેનિશ ફિલ્મની રિમેક છે.જો આપણે લેટેસ્ટ રિપોર્ટ્સ પર નજર કરીએ તો, આમિર નેપાળ જતા પહેલા ‘ગજની’ના મેકર્સ સાથે સંપર્કમાં હતો. એવું કહેવામાં આવ્યું હતું કે તે આ ફિલ્મની સિક્વલ બનાવવાનું વિચારી રહ્યો છે. ફિલ્મ અંગે ચર્ચા કરવા આમિર ઘણી વખત હૈદરાબાદ જઈ ચૂક્યો છે. આ સિવાય આમિરે ફિલ્મ ‘KGF’ના ડાયરેક્ટર પ્રશાંત નીલ સાથે વાત કરી હોવાના અહેવાલો છે. તે જુનિયર એનટીઆર સાથે પ્રશાંત નીલની ફિલ્મમાં રસ દાખવી રહ્યો છે.

Join Our WhatsApp Community

You may also like