News Continuous Bureau | Mumbai
આર્મીનું MIG-21 પ્લેન રાજસ્થાનમાં ક્રેશ થયું છે. પ્લેન હનુમાનગઢ ગામના બહલોલ નગરમાં ક્રેશ થયું છે. આર્મીનું વિમાન એક ઘર પર ક્રેશ થયું છે અને આ દુર્ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે. જોકે પાયલોટ અને કો-પાઈલટે સમયસર છલાંગ લગાવી હતી જેથી તેમનો જીવ બચી ગયો હતો.
#MiG21 Bison crashed in #Hanumangarh Rajasthan. Pilot safe but local administration reports two civilian casualties. pic.twitter.com/1IJKsAjjxl
— Shivani Sharma (@shivanipost) May 8, 2023
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાયલટને એરલિફ્ટ કરવામાં આવ્યો છે. પાયલટને એરલિફ્ટ કરવા માટે એરફોર્સ Mi 17 મોકલવામાં આવ્યું હતું. જે ઘરમાં મિગ-21 ક્રેશ થયું તે ઘરમાં ત્રણ મહિલાઓ અને એક પુરૂષ હાજર હતા. બે મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : વિશ્વના સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતા ‘આ’ 10 દેશોની સૂચિ બહાર પડી. જાણો ભારત કયું સ્થાન ધરાવે છે