News Continuous Bureau | Mumbai
પરશુરામ ઘાટ લેન્ડસ્લાઈડઃ ભારે વરસાદને કારણે પરશુરામ ઘાટ પર ભૂસ્ખલન થયું હતું. જેના કારણે મુંબઈ-ગોવા હાઈવે પર મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ભૂસ્ખલનને કારણે પરશુરામ ઘાટને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ઘાટ પરના ટ્રાફિકને વૈકલ્પિક માર્ગે વાળવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી પરશુરામ ઘાટને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. આ માટે આ બંધ ચોક્કસ દિવસોમાં રાખવામાં આવે છે. મુંબઈ-ગોવા હાઈવે ફોર લેન થઈ રહ્યો છે અને આ ફોર લેન રોડ હેઠળ પરશુરામ ઘાટમાં પહાડ કાપવાનું અને લેવલિંગનું કામ ચાલી રહ્યું છે. પરશુરામ ઘાટ પર ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે તંત્ર દ્વારા કામગીરી વધારી દેવામાં આવી છે અને ચોવીસ કલાક કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : આ દિશામાં ઘરની દિવાલ પર પીળો રંગ ન હોવો જોઈએ; પરિવારમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે
જો કે ગતરાત્રે આ સ્થળે પડેલા ભારે વરસાદને કારણે કીચડ સાથે ભેખડો રસ્તા પર આવી ગયા હતા. જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. જેસીબીની મદદથી માટી હટાવવાની કામગીરી યુદ્ધ સ્તરે ચાલી રહી છે અને લોટે-ચિરણી-કલમબેસ્તે-ચિપલુણ માર્ગ પરથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે પરશુરામ ઘાટમાં ભૂસ્ખલન થયું હોય. પરશુરામ ઘાટ પણ ઘણી વખત ભૂસ્ખલન થયું છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરશુરામ ઘાટ પર ચોમાસા દરમિયાન અવાર નવાર ભૂસ્ખલન થાય છે. જોકે, વરસાદની સિઝનને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ ઘટના બની છે.