News Continuous Bureau | Mumbai
રે સ્ટીવનસન, જેઓ તાજેતરમાં એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર એક્શન ડ્રામા ફિલ્મ RRR અને પ્રખ્યાત ફિલ્મ ‘થોર’ માં તેમના મજબૂત અભિનય માટે જાણીતા હતા, તેમનું નિધન થયું છે. રે સ્ટીવન્સન, 58 વર્ષીય અભિનેતા તેમના 59માં જન્મદિવસના 4 દિવસ પહેલા, 21 મે, રવિવારના રોજ ઇટાલીમાં મૃત્યુ પામ્યા હતા. રે સ્ટીવનસન ના મૃત્યુના કારણો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
‘ધ થિયરી ઓફ ફ્લાઇટ’ થી મળી હતી સફળતા
અભિનેતાને 1998માં આવેલી ફિલ્મ ‘ધ થિયરી ઓફ ફ્લાઇટ’થી સફળતા મળી હતી. આ ફિલ્મમાં તેણે ગીગોલોની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે પનિશરઃ વોરમાં પોતાના અભિનયથી બધાનું દિલ જીતી લીધું હતું. અભિનેતા સાઉથની સુપરહિટ ફિલ્મ ‘RRR’નો પણ ભાગ હતો. આ ફિલ્મમાં બૅડીની ભૂમિકા ભજવ્યા પછી, સ્ટીવનસન ફિલ્મ એક્સિડેન્ટ મેનઃ હિટમેન હોલીડેમાં દેખાયો.આ સિવાય તેણે HBO અને BBCના 22 એપિસોડમાં પણ અભિનય કર્યો હતો. તેણે તાજેતરમાં જ 1242 ફિલ્મમાં કેવિન સ્પેસીનું સ્થાન લીધું હતું. ગેટવે ટુ ધ વેસ્ટ ફિલ્મમાં તેણે મોંગોલ સેના સામે હંગેરિયન પાદરીની ભૂમિકા ભજવી હતી. અભિનેતા પનિશરઃ વોર ઝોન, કિંગ આર્થર અને થોર જેવી ફિલ્મોમાં અભિનય કરવા માટે જાણીતો છે.
What shocking news for all of us on the team! 💔
Rest in peace, Ray Stevenson.
You will stay in our hearts forever, SIR SCOTT. pic.twitter.com/YRlB6iYLFi
— RRR Movie (@RRRMovie) May 22, 2023
ટીમ RRR રે સ્ટીવનસન ના નિધન પર શોક વ્યક્ત કર્યો
ફિલ્મ ‘RRR’ના નિર્માતાઓ અભિનેતાના નિધનથી ઊંડા આઘાતમાં છે. RRR ટીમે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર રે સ્ટીવનસન માટે એક ખાસ પોસ્ટ પણ બનાવી છે, જેમાં રે સ્ટીવનસન ના મૃત્યુની જાણ કરવામાં આવી છે. ટીમ આરઆરઆરની ટ્વિટર પોસ્ટમાં લખ્યું હતું કે, “ટીમમાં અમારા બધા માટે આઘાતજનક સમાચાર, રેસ્ટ ઈન પીસ , રે સ્ટીવનસન. તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, સર સ્કોટ.”
આ સમાચાર પણ વાંચો: આ મોડલ અને એક્ટરે 32 વર્ષ ની ઉંમર માં લીધા અંતિમ શ્વાસ,બાથરૂમ માંથી મળી આવ્યો મૃતદેહ