News Continuous Bureau | Mumbai
અભિનેતા આલોક નાથ પર નિર્માતા અને લેખિકા વિંતા નંદાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. 2018માં તેણે અભિનેતા વિરુદ્ધ માનહાનિનો કેસ પણ દાખલ કર્યો હતો. આ સિવાય સંધ્યા મૃદુલ અને દીપિકા અમીને પણ આલોક નાથ પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. આ પછી તેને રેપ કેસમાં આગોતરા જામીન પણ મળી ગયા. પરંતુ હવે તેઓ ક્યાં છે, ચાલો જાણીયે.
લાઈમલાઈટ થી દૂર છે આલોક નાથ
આલોક નાથ સ્ક્રીન પરથી ગાયબ છે. આવી સ્થિતિમાં, કેટલાક મીડિયા અને યુટ્યુબ ચેનલો પર તેમના મૃત્યુની અફવા ઉડતી રહે છે.જ્યારે આલોક નાથ પર આરોપો લાગ્યા ત્યારે તેમણે પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા. તેમને એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, જો છોકરીઓ સાથે આવું થયું હોય તો 25 વર્ષ પછી હવે શા માટે બોલી રહ્યા છે..વિનતા નંદા રેપ કેસમાં આલોક નાથ વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.. 2018માં વિવાદમાં ફસાયા બાદ આલોક નાથ 2019થી લાઈમલાઈટથી દૂર છે.. તેઓ અત્યારે ક્યાં છે અને શું કરી રહ્યા છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
આ સમાચાર પણ વાંચો: બાબા ભોલેનાથ ની ભક્તિ માં તલ્લીન જોવા મળ્યો બોલિવૂડ નો ‘ખિલાડી’, ફિલ્મ ના શૂટિંગ વચ્ચે કેદારનાથ પહોચ્યો અભિનેતા, જુઓ વિડીયો
નીના ગુપ્તા સાથે હતા આલોક નાથ ના સંબંધ
સીરિયલ ‘બુનિયાદ’માં આલોક નાથ અભિનેત્રી નીના ગુપ્તાના સસરાની ભૂમિકા ભજવી રહ્યા હતા. ત્યારે તેમની વચ્ચે નિકટતા વધી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમની સગાઈ પણ થઈ ગઈ હતી પરંતુ બાદમાં બંનેનો સંબંધ સમાપ્ત થઈ ગયો હતો.આલોક નાથની લવ સ્ટોરી પૂરી થઈ શકી ન હતી કારણ કે નીના ગુપ્તા અન્ય વ્યક્તિ સાથે સંબંધમાં હતી. નીના ગુપ્તા સાથે બ્રેકઅપ થયા બાદ આલોકનાથે 1987માં આશુ સિંહ સાથે લગ્ન કર્યા હતા. આલોક નાથ અને આશુને એક પુત્ર અને એક પુત્રી છે.આલોક નાથે સેંકડો ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે અને તેમાંથી મોટાભાગની ફિલ્મોમાં તેણે પિતાની ભૂમિકા ભજવી છે.