મુંબઈ શહેરમાં લવજેહાદનો કેસ પકડાયો. અલ્પ વયની છોકરીને ઉત્તર પ્રદેશ ભગાડવામાં આવી. ભાજપના નેતા કિરીટ સોમૈયા નો દાવો.

MMS Jihad: Dirty talk in Ghazipur, Muslim girl used to distribute the status of Hindu girl students among Jihadis

News Continuous Bureau | Mumbai
મુંબઈના ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયા એ પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારોને માહિતી આપી હતી કે મે મહિનાની આઠમી તારીખે ભાંડુપ સ્થિત એક 13 વર્ષ 8 મહિનાની છોકરીને 19 વર્ષનો મુસ્લિમ યુવક ભગાડી ગયો હતો.. હવે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તેમજ જોઈન્ટ પોલીસ કમિશનર પોતે આખા મામલે નજર રાખી રહ્યા છે.

ખરેખર શું થયું હતું

વાત એમ છે કે ભાંડુપ માં રહેતા કિશન નામના વ્યક્તિની 13 વર્ષની છોકરીને 19 વર્ષનો મુસ્લિમ યુવક ભગાડી ગયો હતો. સૌપ્રથમ છોકરીને થાણા નજીક આવેલા કળવા ખાતે રાખવામાં આવી અને ત્યારબાદ તેને ઉત્તર પ્રદેશના આઝમગઢ લઈ જવામાં આવી હતી. . છોકરીના પરિવારનો દાવો છે કે છોકરીને બળજબરીથી કહેવામાં આવ્યું હતું કે તે પોતાના પરિવારને ફોન કરીને કહી દે કે તેના લગ્ન થઈ ગયા છે. આ મુજબ છોકરીએ તેના પિતાને ફોન કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ પાછી લેવા જણાવ્યું હતું. . બીજી તરફ ફોન કોલ આવતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચ અને સાઇબર પોલીસ ઉત્તર પ્રદેશ પહોંચી ગઈ હતી અને છોકરીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા છોકરીના પિતાએ પત્રકારોને કહ્યું હતું કે આ મામલામાં અનેક લોકો સંડોવાયેલા છે. તેમ જ આ સમગ્ર પ્રકરણ સંદર્ભે વિસ્તારથી તપાસ થવી જોઈએ. ભાજપના નેતા કિરીટ સોમૈયા એ દાવો કર્યો છે કે આ મામલામાં છોકરાના પરિવારજનો પણ સામેલ છે. પરંતુ પોલીસે પરિવાર વાળાઓની ધરપકડ કરી નથી.

ઉલ્લેખનીય છે કે કેરલ સ્ટોરી થિયેટરમાં સુપરહિટ ગયા પછી હવે મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ છોકરીઓને ભગાડી જવાનો મામલો ઘણી ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી લવ જેહાદ સંદર્ભે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગણી થઈ છે. આ સંદર્ભે કાયદો બને તેવી ધારાસભ્યોએ ધારાસભામાં માંગણી પણ મૂકી છે.

ભાંડુપમાં બનેલી આ ઘટના સંદર્ભે હવે છોકરીનું નિવેદન લઈ લેવામાં આવ્યું છે તેમ જ પોસકો કોર્ટ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : શું તમને ખબર છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા 2000ની નોટ સિવાય 5000 અને 10000 રૂપિયાની નોટ પણ લાવવા માંગતી હતી પરંતુ…