પીએમ કિસાન યોજનામાં ૧૪મો હપ્તો મેળવવા માટે તમામ લાભાર્થીઓએ બેંક ખાતા સાથે આધાર સિડીંગ અને પી.એમ. કિસાનમાં E-KYC તથા લેન્ડ સિડીંગ ફરજિયાતપણે કરાવવું પડશે

: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ. ૬૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ યોજનાનો આગામી ૧૪ મો હપ્તો ચૂકવવા જઈ રહી છે, ત્યારે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર આ યોજનાના તમામ લાભાર્થીઓએ ૧૪ મા હપ્તાનો લાભ મેળવવા માટે બેંક ખાતા સાથે આધાર સિડીંગ અને પી.એમ. કિસાનમાં E-KYC તથા લેન્ડ સિડીંગ ફરજિયાતપણે કરાવવું. તેમજ બેંક ખાતા સાથે DBT Enable (ખાતામાં નાણા સીધા જમા થવાની બેન્કિંગ સુવિધા શરૂ) હોવું અનિવાર્ય છે.

by Akash Rajbhar
E-KYC and land seeding must for Kisan Sanman Nidhi

News Continuous Bureau | Mumbai

જે લાભાર્થીઓને બેન્ક ખાતાનું આધાર સિડીંગ બાકી હોય તો તેમની બેન્કમાં જઈ કરાવી શકે છે, અથવા નજીકની પોસ્ટ ઓફિસ શાખાની ઈન્ડીયન પોસ્ટલ પેમેન્ટ બેન્કમાં કોઈપણ ફોર્મ ભર્યા વગર આધારસિડીંગ/DBT Enable વાળુ ખાતુ ખોલાવી શકે છે. સાથોસાથ ઈ-કે.વાય.સી. પણ કરાવી શકે છે. આ માટે લાભાર્થીએ આધારકાર્ડ અને મોબાઈલ નંબર તેમજ રૂબરૂ હાજરી જરૂરી રહેશે.
વધુમાં લેન્ડ સિડીંગ કરાવવા માટે ગ્રામ્ય કક્ષાએ તલાટી/સિટી તલાટી અને ગ્રામસેવકનો રૂબરૂ સંપર્ક કરી જમીનના ખાતા નં., સર્વે નં., હક્ક પત્ર તથા અધારકાર્ડની નકલ આપી લેન્ડ સિડીંગ કરી શકાશે.

આ સમાચાર પણ વાંચો : સુરત સિવિલ હોસ્પિટલમાં બીજી વખત ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી: જન્મથી મૂકબધિર બે ભૂલકાઓને મળી નવી જિંદગી

ભારત સરકાર દ્વારા આ યોજનાનો લાભ ‘આધાર બેઝ્ડ’ પેમેન્ટના અનુસાર કરવામાં આવે છે, અર્થાત લાભાર્થી ખેડૂતોના આધાર સિડેડ બેન્ક એકાઉન્ટમાં સહાયની રકમ ચૂકવવામાં આવશે. જેથી પી.એમ.કિસાન સન્માન નિધિ હેઠળ આગામી ૧૪મા હપ્તાનો લાભ મેળવવા લાભાર્થી ખેડૂતોએ ફરજિયાત લેન્ડ સિડીંગ, E-KYC અને બેંક ખાતામાં આધાર સિડીંગ કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More