News Continuous Bureau | Mumbai
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ એ ટેલિવિઝન પર સૌથી લાંબો ચાલતો શો છે. આ શોએ શરૂઆતથી જ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. હિના ખાન અને કરણ મહેરા સાથે શરૂ થયેલા આ શોમાં હાલમાં પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા મુખ્ય ભૂમિકામાં છે. થોડા મહિના પહેલા, આપણે શોમાં લોકપ્રિય અભિનેતા જય સોનીની એન્ટ્રી જોઈ, જે અભિનવની ભૂમિકા ભજવે છે. તેના પાત્રને પણ ચાહકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે.
જય સોની એ શો છોડવા ને લઇ ને કહી આ વાત
તાજેતરમાં, એવી અટકળો વહેતી થઈ હતી કે શોમાં જય સોનીના પાત્ર અભિનવનો ટ્રેક ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અભિનેતાની સફરનો અંત આવશે. અહેવાલો અનુસાર, જય સોનીએ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માંથી બહાર નીકળવાની અફવાઓ પર વાત કરી હતી. અભિનેતાએ કહ્યું, “સાચું કહું તો, મને તેના વિશે કોઈ જાણ નથી, મને તેના વિશે જાણ પણ કરવામાં આવી નથી, તેથી મને ખબર નથી કે આવા રિપોર્ટ્સ ક્યાંથી આવી રહ્યા છે. શો માં મારો ટ્રેક ચાલુ છે અને હું સતત શૂટિંગ કરી રહ્યો છું. ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જય સોની શોનો ભાગ છે.
આ સમાચાર પણ વાંચો: એકબીજાને મારવા માંગે છે શબાના આઝમી અને જાવેદ અખ્તર, જાણો તેમના સંબંધો નું સત્ય
આ શો માં જોવા મળ્યો હતો જય સોની
જય સોની બા બહુ ઔર બેબી, ધરતી કા વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ, સસુરાલ ગેંડા ફૂલ, અને સંસ્કાર – ધરોહર અપનો કી જેવા ઘણા શોનો ભાગ રહ્યો છે. તે ઝલક દિખલા જા 5 અને નચ બલિયે 7 જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળ્યો છે.