News Continuous Bureau | Mumbai
ભારતીય વાયુસેનાનું સૂર્ય કિરણ પ્રશિક્ષણ વિમાન આજે (1 જૂન) કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના મકાલી ગામ નજીક ક્રેશ થયું છે. જોકે સદનસીબે મહિલા પાઇલટ સહિત બંને પાઈલટ સુરક્ષિત છે.
IAF અધિકારીએ કહ્યું કે અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે આ પ્લેન ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર બંને પાયલોટ દુર્ઘટના પહેલા પ્લેનમાંથી સુરક્ષિત રીતે કૂદી ગયા હતા. આ ટ્રેનર એરક્રાફ્ટ બેંગ્લોરના એરફોર્સ બેઝ પરથી ઉડાન ભરી હતી અને તે સવારે ક્રેશ થયું હતું. જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે તેજપાલ અને ભૂમિકાને સામાન્ય ઈજાઓ થઈ છે. આમાં કોઈનું મૃત્યુ થયું નથી.
#BreakingNews Jet crashes in #Karnataka‘s #Chamarajanagar, 2 pilots eject safely#Crash #Flight @IAF_MCC #planecrash @Sanjubolbam pic.twitter.com/cabHSpin1G
— Shekhar Pujari (@ShekharPujari2) June 1, 2023
પાઇલોટ્સ નિયમિત અભ્યાસ પર હતા
વાયુસેનાએ ટ્વીટ કરીને જણાવ્યું કે જ્યારે દુર્ઘટના થઈ ત્યારે પાઈલટ નિયમિત અભ્યાસ પર હતા. બંને ક્રૂ મેમ્બર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને એરફોર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો: જગતના તાતના હિતમાં મોટો નિર્ણય, હવે દેશમાં નહીં થાય અનાજનો બગાડ, કેન્દ્ર સરકારે આ યોજનાને આપી મંજૂરી..
રાજસ્થાનમાં મિગ-21 ક્રેશ થયું હતું
ઉલ્લેખનીય છે કે ગયા મહિને રાજસ્થાનના હનુમાનગઢમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર જેટ ક્રેશ થતાં ત્રણ લોકોના મોત થયા હતા. ફાઈટર જેટ નિયમિત ટ્રેનિંગ સોર્ટી પર હતું ત્યારે તે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલોટ આબાદ બચી ગયો હતો અને તેને સામાન્ય ઈજાઓ થઈ હતી.
અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી હતી. અકસ્માતના બે અઠવાડિયા પછી, ભારતીય વાયુસેનાએ સોવિયેત મૂળના એરક્રાફ્ટના વૃદ્ધ કાફલાને ગ્રાઉન્ડ કરવાનું નક્કી કર્યું. આ એરક્રાફ્ટ અત્યાર સુધીમાં 400 થી વધુ અકસ્માતોમાં સામેલ છે.