Mumbai Fire: મુંબઈના આ વિસ્તારમાં 5 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટનાસ્થળે હાજર, જુઓ વિડીયો..

Level 3 fire breaks out in Mumbai's Zaveri Bazar area

 News Continuous Bureau | Mumbai

Mumbai Fire: મુંબઈના ઝવેરી બજાર સ્થિત ચાઈના બજારની એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ ઈમારત પાંચ માળની છે. અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડીઓની મદદથી આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટના શુક્રવારે રાત્રે 1.30 વાગ્યાની આસપાસ બની હતી.

મળતી માહિતી મુજબ, આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો કે રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈને ઈજા કે જાનહાનિના સમાચાર નથી. પરંતુ લોકોનો ઘણો સામાન બળીને રાખ થઈ ગયો છે. આગ કેવી રીતે લાગી તે અંગે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તપાસ કરી રહી છે. ફાયર બ્રિગેડે જણાવ્યું કે આગ લેવલ 3 ની છે.

આ સમાચાર પણ વાંચો : આજે તારીખ ૦૯:૦૬:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

આ પહેલા મુંબઈના મલાડ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં એકનું મોત થયું હતું. આ ઘટના અપ્પા પાડામાં ઝૂંપડપટ્ટી પાસે બની હતી.