Lok Sabha Election 2024 : શું PM મોદી 2024માં તમિલનાડુથી લોકસભા ચૂંટણી લડી શકે છે?

Lok Sabha Election 2024 : રવિવારે ગૃહ મંત્રી અમિત શાહના રાજકીય વ્યુહ રચનાના ભાગ રુપે અપાયેલ નિવેદન પછી આ વાતને વધારે બળ મળ્યું…

by Dr. Mayur Parikh
Lok Sabha Election 2024- Can PM Modi contest Lok Sabha elections from Tamil Nadu in 2024?

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024 : દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા કપરા ઉતાર ચઢાવ રહ્યા છે. ત્યારે હાલ એવા સંકેતો મળી રહ્યા છે કે આ વખતે નરેન્દ્ર મોદી તામિલનાડુથી લોકસભાની ચુંટણી લડશે. સુત્રોના અહેવાલ પ્રમાણે રવિવારે ગૃહ મંત્રી અમિત શાહ અને પ્રદેશ બીજેપી પ્રમુખ અન્નામલાઈના નિવેદનથી આ વાતને વધારે બળ મળ્યુ હતુ.

Lok Sabha Election 2024 : અમિતશાહે રાજકીય વ્યુહ રચનાના ભાગ રૂપે તમિલનાડુથી વડાપ્રધાન વિજય મેળવે એવુ નિવેદન કર્યુ હતુ.

વર્ષ 2014 ની લોકસભા ચુંટણીમાં ગુજરાતના વડોદરા તથા ઉત્તર પ્રદેશના વારાણસી ખાતેની બન્ને બેઠક જીતીને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે પોતાની દેશવ્યાપી લોકચાહનાની છબિ તૈયાર કરી હતી. ત્યારબાદ બીજી વખત પણ તેમણે વારાણસીથી બેઠક જીતી હતી. બન્ને વખત, બન્ને રાજ્યોમાં નરેન્દ્ર મોદી લોકસભા લડી રહ્યા હોવાથી ભાજપને આનાથી ઘણો ફાયદો થયો હતો. જીત બાદ મોદીએ વારાણસી શહેરની કાયાપલટ કરેલી તેનાથી પણ તેમને ફાયદો થયો હતો. છેલ્લા પાંચ દાયકાથી તામિલનાડુ ઉપર ડીએમકે અને એઆઈડીએમકેનું પ્રભુત્વ રહ્યું છે. કોગ્રેસ કે અન્ય કોઈ પણ રાષ્ટ્રીય પક્ષને સ્થાનિક પક્ષને સાથે જ હાથ મિલાવીને ચુંટણી લડવી પડે છે. તેથી જો વડાપ્રધાન પોતે ચુંટણી લડે તો ભાજપને બહુ મોટો ફાયદો થઈ શકે છે.

તમિલ પ્રજા માટે સુપરસ્ટાર રજનીકાંત એક મોટું ગૌરવ છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાજપ સ્થાનિક રીતે મોટો પ્રભાવ અને લોકચાહના ધરાવતા સુપરસ્ટારની મદદ પણ મેળવી શકે છે. આ ઉપરાંત, સ્થાનિક પ્રજા માટે ગૌરવ ગણાતા અન્ય ક્ષેત્રના અગ્રણીઓ, એચીવર્સ અને સિદ્ધિ મેળવનાર લોકો સાથે ભાજપે અત્યારથી સંપર્ક શરુ કરી વડાપ્રધાન માટે યોગ્ય બેઠકની શોધ શરુ કરી દીધી છે.

તમિલનાડુ રાજ્યમાં કુલ ૩૯ લોકસભાની બેઠકો છે. વર્ષ ૨૦૧૪માં ભાજપને બે અને ૨૦૧૯માં એકપણ બેઠક મળી ન હતી. કેરળમાં હિન્દુત્વવાદ અને તમિલનાડુમાં સ્થાનિક તમિલ ભાષા, સંસ્કૃતિ અને તેના ગૌરવને વધુને વુ પ્રાધાન્ય આપી ભાજપે અત્યારથી જ ૨૦૨૪ની ચૂંટણી માટે તૈયારી શરુ કરી દીધી છે.

રવિવારે તમિલ વ્યક્તિ કે પછી તમિલનાડુથી વિજય મેળવનાર વડાપ્રધાન બને એવુ નિવેદન આપી અમિતશાહે વાત કરી હતી આ નિવેદન અંગે તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીને જણાવ્યું હતું

 

આ સમાચાર પણ વાંચો :  Cyclone Biporjoy : વેરાવળ અને સુત્રાપાડામાં 5 ઇંચથી વધુ વરસાદ બજારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા, રસ્તા પરના અનેક ઝાડ અને વિજપોલ ધરાશાયી, તાડનું ઝાડ બાઈકસવાર દંપતિ ઉપર પડતા ઈજાગ્રસ્ત

Join Our WhatsApp Community

You may also like