Daily Horoscope : જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

આજે છે તારીખ 15 જૂન 2023. આજે કેવું રહેશે રાશિ ભવિષ્ય અને પંચાંગ તે જાણો અહીં.

by Dr. Mayur Parikh
Daily Horoscope : today is 15 June 2023, know today's horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ, ૧૫ જુન ૨૦૨૩, ગુરૂવાર

“તિથિ” – જેઠ વદ બારસ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
પ્રદોષ, પ્રદોષ વ્રત, સ્થિરયોગ અને યમધટ યોગ ૧૪:૧૨થી પ્રારંભ, સૂર્ય મિથુનમાં ૧૮:૧૭, મુ.૩૦ સામ્યાર્ધ, મિથુન સંક્રાતિ પૂ.કાળ ૧૮:૧૭થી સૂર્યાસ્ત

“સુર્યોદય” – ૬ઃ૦૧ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૫ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૪.૧૮ થી ૧૫.૫૭

“ચંદ્ર” – મેષ, વૃષભ (૨૦.૨૨)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૮.૨૨ સુધી મેષ રહેશે ત્યારબાદ વૃષભ રહેશે.

“નક્ષત્ર” – ભરણી, કૃતિકા (૧૪.૧૦)

“ચંદ્ર વાસ” – પૂર્વ, દક્ષિણ (૨૦.૨૨)
સાંજે ૮.૨૨ સુધી ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક ત્યાર બાદ પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા 

શુભઃ ૬.૦૨ – ૭.૪૧
ચલઃ ૧૦.૫૯ – ૧૨.૩૯
લાભઃ ૧૨.૩૯ – ૧૪.૧૮
શુભઃ ૧૭.૩૭ – ૧૯.૧૬

રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૬ – ૨૦.૩૭
ચલઃ ૨૦.૩૭ – ૨૧.૫૭
લાભઃ ૨૪.૩૯ – ૨૫.૫૯
શુભઃ ૨૭.૨૧ – ૨૮.૪૧
અમૃતઃ ૨૮.૪૧ – ૩૦.૦૨

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે..

“કર્કઃ”(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

આ સમાચાર પણ વાંચો :  ‘લર્ન વિથ ફન’ કામરેજની આ સરકારી શાળા અનોખી પદ્ધતિથી બાળકોને આપે છે શિક્ષણ, જાણો ખાસિયત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More