પ્રેમ ચોપરા એ કર્યો ખુલાસો: ‘સ્ટારડમ ગુમાવવાનું દર્દ રાજેશ ખન્ના નહોતા કરી શક્યા સહન, આ રીતે બગડ્યું કરિયર

બોલિવૂડ એક્ટર પ્રેમ ચોપરાએ રાજેશ ખન્નાની ડૂબતી કરિયર વિશે ખુલાસો કર્યો છે. તેણે પોતાનું સ્ટારડમ ગુમાવવાનું કારણ જણાવ્યું છે

by Zalak Parikh
prem chopra reveals rajesh khanna was frustated after losing stardom

News Continuous Bureau | Mumbai

રાજેશ ખન્નાએ 1960ના દાયકામાં ઘણી સફળતા મેળવી હતી. તેઓ એટલા લોકપ્રિય થયા કે તેમને હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર પણ કહેવામાં આવ્યા. પરંતુ અભિનેતાના જીવનમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે તેનું સ્ટારડમ ઘટી ગયું. અને ફરી ક્યારેય રાજેશ ખન્ના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની હાજરી સ્થાપિત કરી શક્યા નહીં. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં પ્રેમ ચોપરાએ રાજેશ ખન્નાના આ પતન પર ખુલીને વાત કરી હતી.

 

પ્રેમ ચોપરા એ કર્યો ખુલાસો 

પ્રેમ અને રાજેશે સાથે મળીને લગભગ 19 ફિલ્મો કરી. પ્રેમે કહ્યું- રાજેશ સ્વીકારવા તૈયાર નહોતો કે તેની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. જે વ્યક્તિએ ત્રણ વર્ષમાં સતત 15 હિટ ફિલ્મો આપી, તે કેવી રીતે સ્વીકારે કે તેની ફિલ્મો ફ્લોપ પછી ફ્લોપ થઈ રહી છે.તમને જણાવી દઈએ કે જે ફિલ્મોમાં પ્રેમ ચોપરા અને રાજેશ ખન્નાએ સાથે કામ કર્યું હતું તેમાં ‘પ્રેમ નગર’, ‘ડોલી’, ‘ઉંચે લોગ’, ‘કટી પતંગ’, ‘દો રાસ્તે’, ‘દાગ’, ‘અજનબી’ અને ‘મહા ચોર’ સહિત અનેક ફિલ્મોના નામ સામેલ છે. એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં પ્રેમે જણાવ્યું કે રાજેશ સાથે કામ કરવાનો તેનો અનુભવ અદ્ભુત હતો. પ્રેમે કહ્યું- નિર્માતાઓ રાજેશને ફિલ્મ માટે સાઈન કરવા માટે લાઈન લગાવતા હતા. પરંતુ ઘણા લોકોએ તેને ગેરસમજ કર્યો.

 

પ્રેમ ચોપરા એ જણાવ્યું રાજેશ ખન્ના ની ડૂબતી કરિયર વિશે 

પ્રેમ ચોપરા એ કહ્યું કે, “રાજેશ એક લાગણીશીલ વ્યક્તિ હતો. તેની પોતાની સમસ્યાઓ હતી. મને ખબર નથી કે તે સમસ્યાઓ શું હતી, પરંતુ એટલું ચોક્કસ છે કે આ સમસ્યાઓના કારણે રાજેશે પોતાનું સ્ટારડમ ગુમાવ્યું છે.” પ્રેમ ચોપરા એ  વધુમાં કહ્યું કે ઘણી વખત રાજેશને એવી ફિલ્મોની ઓફર પણ કરવામાં આવી હતી જેમાં તે ફિટ ન હતો. રાજેશના હાથમાંથી જે પણ ફિલ્મ ગઈ તે અમિતાભ બચ્ચનના હાથમાં આવી. અને અમિતાભ એ રોલ કરવા માટે તૈયાર થઈ જતા હતા.”અમિતાભે પણ આવી ઘણી ભૂમિકાઓ કરી, જેમાં તેઓ પિક્ચરના હીરો ન હતા, પરંતુ સાઈડ રોલમાં દેખાયા હતા. પરંતુ રાજેશ હંમેશા હીરોની ભૂમિકા ભજવવા માંગતા હતા, તેથી તેમણે ફિલ્મો કરવાની ના પાડી દીધી. તેમનું સ્ટારડમ સતત નીચે જતું રહ્યું. ” તમને જણાવી દઈએ કે રાજેશ ખન્ના 1970 થી 1987 સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ સફળ રહ્યા હતા. તેઓ હિન્દી સિનેમાના સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા હતા. આ પછી અભિનેતાનું પતન શરૂ થયું. તે એક પછી એક ફ્લોપ ફિલ્મો આપી રહ્યા હતા. પરિણામે તેણે ધીરે ધીરે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી. અને પછી લાંબા સમય સુધી બીમાર રહ્યા બાદ જુલાઈ 2012માં તેમનું અવસાન થયું.

આ સમાચાર પણ વાંચો: કેવા છે સની દેઓલ સાથે હેમા માલિની ના સંબંધો, ડ્રીમ ગર્લ એ કર્યા હતા ચોંકાવનારા ખુલાસા

Join Our WhatsApp Community

You may also like