News Continuous Bureau | Mumbai
Maharashtra Weather: રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે . આ વરસાદને કારણે કેટલીક જગ્યાએ વાહનવ્યવહારને અસર થઈ હોવાનું જોવા મળી રહ્યું છે. કેટલીક જગ્યાએ તોફાની પવનના કારણે વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ બન્યા છે. દરમિયાન, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ આજે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. કોંકણ (Konkan) સહિત પશ્ચિમ મહારાષ્ટ્રમાં (western Maharashtra) આજે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જારી કરવામાં આવ્યું છે.
ભારે વરસાદની પૃષ્ઠભૂમિમાં, વહીવટીતંત્ર તરફથી નાગરિકોને યોગ્ય સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં ચોમાસુ સક્રિય થયું છે. જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ પડી રહ્યો છે. દરમિયાન મુંબઈમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. આ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થયા છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વાહનવ્યવહારને અસર થઈ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. અનેક જગ્યાએ ટ્રાફિક જામ છે.
આ સમાચાર પણ વાંચો: Eid al-Adha 2023 Advisory: બકરા ઈદ પર ઘરોમાં બકરાની બલિ ન આપવામાં આવે તેની ખાતરી કરો’, બોમ્બે હાઈકોર્ટે BMCને સ્પષ્ટ સૂચના આપી
થાણેમાં ભારે વરસાદ
થાણેમાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે ક્રાઈમ બ્રાન્ચ અને ટ્રાફિક બ્રાન્ચની ઓફિસમાં પાણી ઘૂસી ગયા છે. સેક્શન પંપ દ્વારા પાણી પમ્પીંગ કરવાની કામગીરી ચાલી રહી છે. પોલીસ ગ્રાઉન્ડમાં પણ તળાવ જેવુ વાતાવરણ દેખાયું હતુ. અનેક જગ્યાએ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.
પાલઘર જિલ્લામાં ભારે વરસાદ
પાલઘર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના વધારાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થવા લાગ્યા છે. બોઈસર પૂર્વે ટાટા હાઉસીંગ વિસ્તારમાં રોડ પર પાણી ભરાતા શહેરીજનોમાં ભારે હાલાકીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રત્નાગીરી
રત્નાગીરી-ખંડાલા, જયગઢ વિસ્તારમાં વરસાદ વધ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી રસ્તા પર ઘૂસી જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે.
ભિવંડીમાં ભારે વરસાદ
ભિવંડીમાં ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. મુંબઈ-નાસિક હાઈવે પર ભારે ટ્રાફિક જામ છે. મુંબઈ અને નાસિક તરફના માર્ગ પર ટ્રાફિક જામ છે. હાઈવે પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે તેમજ હાઈવે પર રોડનું કામ ચાલુ છે જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે.
દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ
દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હાલના વરસાદને કારણે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે. જો કે કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થતા વાહનવ્યવહારને અસર થતી જોવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં વરસાદના કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દેશના વિવિધ ભાગોમાં આવતીકાલે એટલે કે 30 જૂન સુધી વરસાદ ચાલુ રહેશે. ત્યાર બાદ વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો: Borivali Metro Landslide: મુંબઈના મગાથાણે મેટ્રો સ્ટેશન નજીક ભૂસ્ખલનથી સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે