News Continuous Bureau | Mumbai
Surat : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તાજેતરમાં આશરે રૂ. 25 કરોડની કિંમતના સોનાની રિકવરી(Gold Recovery) સંદર્ભે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ એક પોલીસ કર્મચારીની ધરપકડ કરી છે. ડીઆરઆઈના સરકારી વકીલ નયન સુખડાવાલાએ મંગળવારે જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ પર ઈમિગ્રેશન ઓફિસમાં કામ કરતો સબ ઈન્સ્પેક્ટર એરપોર્ટના ટોઈલેટમાં ત્રણ મુસાફરો દ્વારા લાવેલા 48.2 કિલો સોનાની દાણચોરીમાં મદદ કરવાની કોશિશ કરી રહ્યો હતો. આ લોકો સોનાનું પેસ્ટ બનાવીને સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સુખડાવાલાએ કહ્યું કે, સોમવારે સ્થાનિક કોર્ટે પોલીસ કર્મીને બે દિવસ માટે DRI કસ્ટડીમાં મોકલી દીધો.
તેમણે જણાવ્યું કે, શારજાહથી આવેલા આ મુસાફરોની 7 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. સરકારી વકીલે જણાવ્યું હતું કે, “તેમને આરોપી (પોલીસ કર્મી)ને પાર્સલ આપવાનું કહેવામાં આવ્યું હતું, જેથી કરીને તે એરપોર્ટની બહાર સોનાની દાણચોરી કરતા પહેલા તપાસ ટાળવા માટે ઇમિગ્રેશન ચેકપોસ્ટ પહેલાં ટોઇલેટમાં તેને છુપાવી શકે.” પોલીસ કર્મીને ત્રણેયની ધરપકડની જાણ થતાં તે પેટમાં દુખાવાની ફરિયાદ કરીને એરપોર્ટથી નીકળી ગયો હતો.
તેમણે કહ્યું કે, સોનાની દાણચોરીમાં પોલીસકર્મીની(Police) સંડોવણી અંગેની માહિતી મળ્યા બાદ પોલીસે તેના ઘરે દરોડા પાડ્યા અને 12 લાખ રૂપિયાનો ‘બ્લેન્ક ચેક’ રિકવર કર્યો. સુખડાવાલાએ જણાવ્યું હતું કે, “પોલીસ અધિકારીને ઇમિગ્રેશન ચેકમાંથી સોનું કાઢીને એરપોર્ટની બહાર એક વ્યક્તિને સોંપવાનું કામ સોંપવામાં આવ્યું હતું.” સુરત પોલીસ કમિશનર અજય તોમરે(Ajay Tomar) જણાવ્યું હતું કે, તેમણે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કથિત સંડોવણીની વિભાગીય તપાસના આદેશ આપ્યા છે.
આ સમાચાર પણ વાંચો: GST Council : મલ્ટીપ્લેક્સમાં ખાવાનું થશે સસ્તું, તો ઓનલાઈન ગેમિંગ પર લાગશે 28% GST.. કાઉન્સિલ બેઠકમાં લેવાયા આ મોટા નિર્ણય