
રામચરિત માનસમાં પણ કહ્યુંછે કે:-પુત્રવતી જુવતી જગ સોઈ । રઘુવર ભગત જાસુ સુત હોઈ।
સર્વના આશીર્વાદ મેળવે તે સર્વેશ્ર્વરને વહાલો લાગે.
લોકો કહે, ધ્રુવજી નારાયણનાં દર્શન કરીને આવ્યા છે. અમે તેમનાં દર્શન કરીશું તો કૃતાર્થ થઇશું.માટે ધ્રુવજીનો વરઘોડો કાઢવાનો નિશ્ચય થયો.
ધ્રુવજીને હાથી ઉપર બેસવા કહ્યું. ધ્રુવજી કહે છે:-હું એકલો નહીંબેસું. મારો ભાઇ ઉત્તમ ક્યાં છે?
ઉત્તમને પ્રથમ હાથી ઉપર બેસાડી પછી ધ્રુવજી બેઠા. જેને પોતાના ભાઈમાં ઈશ્વર ન દેખાય, બહેનમાં ઈશ્વર ન દેખાય, તેને બીજામાં કે મૂર્તિમાં પણ ઈશ્વર નહીંદેખાય.
શબ્દાત્મક ઉપદેશની અસર જલદી થતી નથી. ક્રિયાત્મક ઉપદેશની અસર તરત થાય છે. સુરુચિને આજે પશ્ચાત્તાપ થયો. સુનીતિના ચરણમાં માથુમૂક્યું. આંખમાંથી આંસુ નીકળે છે. સાથે સાથે મનનો મેલ પણ ધોવાય છે.
ધ્રુવકુમારનો રાજ્યાભિષેક કરવામાંઆવ્યો. ભ્રમિ સાથે તેનું લગ્ન થયું. ઉત્તમ એક વખત જંગલમાં શિકાર કરવા ગયો ત્યાં, યક્ષ સાથે યુદ્ધ થાય છે. ઉત્તમ માર્યો જાય છે. સમાચાર સાંભળી ધ્રુવજી યુદ્ધ કરવા જાય છે. ભીષણ યુદ્ધ થયુંછે. ધ્રુવ યક્ષોનો સંહાર કરવા લાગ્યો.ત્યારે તેમના દાદા મનુ મહારાજ ત્યાં પધાર્યા.કહ્યું, બેટા!વૈષ્ણવો વેર કરતા નથી.વિષ્ણુ ભગવાન એ પ્રેમનુંસ્વરૂપ છે. ભૃગુઋષિએ છાતી ઉપર લાત મારેલી તેમ છતાં છાતીમાં લાત મારનારના ઉપર વિષ્ણુ ભગવાન પ્રેમ કરે છે.શિવજી એ વૈરાગ્યનુંસ્વરૂપ છે. બહુ પ્રેમ કરવો એ કઠણ છે. અને બહુ વૈરાગ્ય રાખવો પણ કઠણ છે. જ્ઞાની અતિશય વૈરાગ્ય રાખે અને વૈષ્ણવ અતિશય પ્રેમ કરે.
મનુ મહારાજ ઉપદેશ આપે છે:-
તિતિક્ષયા કરુણયા મૈત્ર્યા ચાખિલજન્તુષુ ।સમત્વેન ચ સર્વાત્મા ભગવાન્સમ્પ્રસીદતિ ।।
સમ્પ્રસન્ને ભગવતિ પુરુષ:પ્રાકૃતૈર્ગુણૈ:।વિમુક્તો જીવનિર્મુક્તોબ્રહ્મ નિર્વાણમૃચ્છતિ।।
ભા.સ્કં.૪.અ.૧૧.શ્ર્લો.૧૩,૧૪.
આપણાથી મોટા પુરુષો પ્રતિ સહનશીલતા, નાના પ્રતિ દયા, સમાન વયના સાથે મિત્રતા, અરે સમસ્ત જીવો સાથે સમવર્તાવ કરવાથી સર્વાત્મા શ્રી હરિ પ્રસન્ન થાયછે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૪૪
તિતિક્ષા:-સર્વ કાંઈ સહન કરવું,સર્વ પ્રત્યે કરુણા રાખવી.જગતના પ્રત્યેક જીવ સાથે મૈત્રી રાખવી. એમ આ ત્રણ ગુણો જીવનમાં ઉતારે, તે સુખી થાય છે અને તેના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. દરેક પ્રાણી ઉપર સમભાવ રાખવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન પસન્ન થાય એટલેપ્રકૃતિના ગુણોથી તથા લિંગ શરીરથી મુક્ત થઈ પુરુષ સુખસ્વરૂપ બ્રહ્મને પામે છે.
મનુમહારાજના ઉપદેશથી ધ્રુવે, તે સંહાર બંધ કર્યો. ધ્રુવજી વિશાળક્ષેત્રમાં આવે છે. બાળક હતા ત્યારે ધ્રુવજી યમુનાજી ગયા હતાં અને વૃદ્ધ થયા ત્યારે ગંગાજી પાસે ગયા છે. ગંગાજી મરણ સુધારે છે. ભાગવતની કથા પૂરા પ્રેમથી સાંભળે તેની બધી જાત્રા પરિપૂર્ણ થાય છે. ગંગા કિનારે ધ્રુવજી બેઠા. ગંગાજી પ્રસન્ન થયા. ગંગાજી ખડખડ દોડે છે. ધ્રુવજીના ભજનમાં વિક્ષેપ થવા લાગ્યો. ધ્રુવજી ગંગા કિનારો છોડવા તૈયાર થયા.ગંગાજી પ્રગટ થયા.મા! તમારો શબ્દ મારા ભજનમાં વિક્ષેપ કરે છે. ગંગાજી કહે બેટા!તુંશાંતિથી ધ્યાન કરે છે તો હું પણ શાંત થઈ ધ્યાન કરીશ.આજથી હું અવાજ નહિંકરું.તું અહીંથી ન જતો. ગંગાજી ત્યાં શાંત થયાં છે. ઋષિકેશથી આગળ ધ્રુવ આશ્રમ પાસે ગંગાજી શાંત થયાં તે આજદિન સુધી શાંત છે. ઋષિકેશથી આગળ કોઈઠેકાણે-ગંગાજી શાંત દેખાતાં નથી, ફકત ધ્રુવાશ્રમપાસેગંગાજી શાંત છે.
એક વખત ભગવદ્ આજ્ઞાથી, પાર્ષદો ધ્રુવકુમાર માટે વિમાન લઈ ને અવ્યા. ધ્રુવજી વિચારે છે, આ ગંગા કિનારો છોડી મને વૈકુંઠમાં જવાની ઈચ્છા નથી. ગંગા કિનારે રહી સત્સંગ, ભજન, ધ્યાનમાં જે આનંદ મને મળ્યોછે, તે વૈકુંઠમાં કયાં મળવાનો છે? ધ્રુવજીએ ગંગાજીને સાષ્ટાંગ પ્રણામ કરી ગંગાજીમાં છેલ્લુંસ્નાન કર્યું છે. ગંગાજીને છોડતા વેદના થાય છે. હ્રદય ભરાયુંછે. ગંગાજી હાજર થયાં છે. મા!હવે વૈકુંઠમાં જવાનો છું. પ્રભુનો હુકમ થયો છે માં!ગંગાકિનારા કરતાં વૈકુંઠમાં વધારે આનંદ નથી. ગંગાજીએ પ્યાર કર્યો છે. બેટા!આ મારું ભૌતિક સ્વરૂપ છે. વૈકુંઠમાં હુંઆધિભૌતિક સ્વરૂપે રહું છું. ધ્રુવકુમાર વંદન કરે છે. ધ્રુવકુમાર વૈકુંઠમાં જાય છે, સર્વને વંદન કરીને જાય છે. ધ્રુવકુમાર વિનયની મૂર્તિ છે.
મૃત્યુદેવ ધ્રુવનીપાસે આવ્યા.મૃત્યુદેવે મસ્તક નમાવ્યુંછે.ધ્રુવજી મૃત્યુના મસ્તક ઉપર એક પગ મૂકી, બીજો પગ વિમાનમાં મૂકે છે. ધ્રુવજી વિમાનમાં બેસી, ભગવાનના ધામમાં જાય છે. ધ્રુવકુમાર વૈકુંઠમાં ગયા, ત્યારે સર્વને આનંદ થયો. એક નારદજી નારાજથયા.મારો ચેલો મૃત્યુનાં માથે પગ મૂકી, વિમાનમાં બેસી, વૈકુંઠમાં ગયો.મારો ચેલો, મારાથી શ્રેષ્ઠ થયો.મારા ચેલાને માટે વિમાન આવ્યું અને હું હજી જગતમાં રખડયા કરુંછું,મારા માટે વિમાન આવતુંનથી. આ બતાવે છે કે બહુ કથા કરાવવાથી પણ પરમાત્મા મળતા નથી. ધ્યાન વિના, પ્રભુ દર્શન વિના, શાંતિ મળતી નથી. એકાંતમાં બેસી ધ્યાન કરવાની વધારે જરૂર છે.