Junagadh: જુનાગઢમાં બે માળાની ઈમારત ધરાશાયી, NDRF-SDRF સહિત 500 જેટલા લોકો રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયાં.. જુઓ વિડીયો.

Junagadh: જુનાગઢમાં ભારે વરસાદને પગલે બે માળની ઇમારત ધરાશાયી થઇ હતી. ઈમારત ધરાશાયી થવાની માહિતી મળતાં જ પ્રશાસને ત્યાં બચાવ કાર્ય શરૂ કર્યું હતું. આ ઘટના શહેરના દાતાર રોડ પર કડિયાવાડ પાસે બની હતી.

by Dr. Mayur Parikh
junagadh-two-storey-building-collapses-many-feared-trapped

News Continuous Bureau | Mumbai  

Junagadh: ગુજરાતના જૂનાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં બે માળની ઈમારત ધરાશાયી થઈ છે. ઈમારતના કાટમાળ નીચે અનેક લોકોના દટાઈ જવાની આશંકા છે. આ દુર્ઘટનામાં 6 લોકો કાટમાળ નીચે દટાયા છે, જેમાંથી એકનું મોત થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. માહિતી મળતાની સાથે જ વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને કાટમાળમાં દબાયેલા લોકોને શોધવાનું કામ શરૂ કરી દીધું છે. સ્થાનિક લોકો પણ બચાવમાં મદદ કરી રહ્યા છે. હાલ 500 જેટલા લોકો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને બચાવ કામગીરી કરી રહ્યા છે.

જુઓ વિડીયો

કાટમાળ માં ફસાયેલા લોકોને શોધવાનો પ્રયાસ

ઘટનાસ્થળેથી બહાર આવેલા વિઝ્યુઅલ્સમાં લોકો કાટમાળ હટાવતા અને તેમાં ફસાયેલા લોકોને શોધવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. શહેરના સૌથી વ્યસ્ત અને ભીડભાડવાળા વિસ્તારો પૈકીના એક એવા દાતાર રોડના કડિયાવાડ પાસે આ અકસ્માત થયો હતો. આ ઈમારત જૂની જણાવવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Sunil Grover : દૂધ-શાકભાજી પછી મકાઈ વેચવા મજબૂર થયો ‘ડૉ મશૂર ગુલાટી’ ! અભિનેતા ની આવી હાલત જોઈને ચાહકો થઈ ગયા આશ્ચર્યચકિત

જૂનાગઢમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા

ગુજરાતના જૂનાગઢ જિલ્લો ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. શનિવારે (22 જુલાઇ) જિલ્લામાં ભારે વરસાદના કારણે ભારે પાણી ભરાઇ ગયા હતા અને લોકોને ભારે મુશ્કેલી પડી હતી. સતત મુશળધાર વરસાદને કારણે અમરેલી જિલ્લા સહિત જૂનાગઢમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

માછીમારોને આ તારીખ સુધી દરિયામાં ન જવાની ચેતવણી

ભારતીય હવામાન વિભાગ (IMD) અને ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસિસ (INCOIS) એ ગુજરાતના દરિયાકાંઠે આવેલા માછીમારોને 26 જુલાઇ સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપી છે. IMDની આ ચેતવણી ખાસ કરીને કચ્છના જખાઉથી સૌરાષ્ટ્રના દિવ સુધીના ગુજરાતના દરિયાકાંઠા માટે છે.

Join Our WhatsApp Community

You may also like