News Continuous Bureau | Mumbai
RBI: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુરુવારે નંબર પેનલ પર હાજર સ્ટાર (*) ચિહ્ન સાથેની બેંક નોટ (Bank Notes) ની માન્યતાને લગતી ચિંતાઓને દૂર કરીને સ્પષ્ટતા કરી હતી. હાલ સ્ટાર સિરીઝ (Star Series) ની નોટો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાનો વિષય બની છે.
આરબીઆઈએ તેની સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે 100 ક્રમાંકિત બૅન્કનોટના પેકેટમાં ખામીયુક્ત પ્રિન્ટેડ બૅન્કનોટના સ્થાને સ્ટાર સિરીઝની નોટોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે બૅન્કનોટની નંબર પેનલમાં પ્રતીકનો સમાવેશ થાય છે. “આ સંબંધમાં, એ જાણ કરવામાં આવે છે કે સિરીયલ નંબરવાળી બેંકનોટના 100 પીસના પેકેટમાં ખામીયુક્ત પ્રિન્ટેડ બેંકનોટના બદલામાં ઉપયોગમાં લેવાતી બેંકનોટની નંબર પેનલમાં સ્ટાર (*) ચિહ્ન શામેલ કરવામાં આવે છે,” RBIએ જણાવ્યું હતું.
સેન્ટ્રલ બેંકે ઉમેર્યું હતું કે, “સ્ટાર (*) ચિહ્ન સાથેની બેંકનોટ કોઈપણ અન્ય કાનૂની બેંકનોટ જેવી જ હોય છે, સિવાય કે નંબર પેનલમાં ઉપસર્ગ અને સીરીયલ નંબર વચ્ચે સ્ટાર (*) ચિહ્ન ઉમેરવામાં આવે છે બસ એટલું જ.”
આ સમાચાર પણ વાંચો : Alia Bhatt : આલિયા ભટ્ટ ની હેન્ડ બેગ પર પુત્રી રાહા નો કબજો, દીકરી સિવાય રણબીર કપૂર ની આ ખાસ વસ્તુ રાખે છે પોતાની પાસે, અભિનેત્રીએ કર્યો ખુલાસો
સ્ટાર સિરીઝ બેંકનોટ્સ શું છે?
ઑગસ્ટ 2006 પહેલાં, આરબીઆઈ (RBI) દ્વારા જારી કરાયેલ નવી બૅન્કનોટને ક્રમાંકિત કરવામાં આવતી હતી, જેમાં પ્રત્યેકનો એક વિશિષ્ટ ક્રમાંક અને ઉપસર્ગ હોય છે જેમાં અંકો અને અક્ષરો હોય છે. આ નોટો 100 ના પીસના પેકેટમાં જારી કરવામાં આવે છે. “સ્ટાર સિરીઝ” નંબરિંગ સિસ્ટમ આરબીઆઈ (RBI) દ્વારા ખાસ કરીને 100 ક્રમાંકિત બૅન્કનોટના પેકેટમાં ખામીયુક્ત પ્રિન્ટેડ બૅન્કનોટને બદલવા માટે રજૂ કરવામાં આવી છે.
સ્ટાર સિરીઝની બૅન્કનોટ્સ તમામ પાસાઓમાં રેગ્યુલર બૅન્કનોટ જેવી જ હોય છે, સિવાય કે વધારાના અક્ષર – a *(સ્ટાર) – નંબર પેનલમાં, ઉપસર્ગની વચ્ચે મૂકવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ નોટો માન્ય કાનૂની ટેન્ડર છે અને આ લોકોમાં ચિંતાનું કારણ ન હોવુ જોઈએ. આ માત્ર ખામીયુક્ત બેંકનોટના બદલાવ છે અને આ ચલણમાં રહેલી અન્ય બેંકનોટની જેમ જ મૂલ્ય અને સ્વીકૃતિ ધરાવે છે.