
શ્રી શુકદેવજી બોલ્યા:-શ્રીમદ્ભાગવતની કથા, સાત દિવસમાં મુક્તિ આપનારી છે.
વક્તા અધિકારી હોય અને શ્રોતા સાવધાન થઈને કથા સાંભળે તો ધીરે ધીરે સંસારના વિષયોમાં અરુચિ અને પરમાત્મા પ્રત્યે રુચિ જાગે છે.પરમાત્મા પ્રત્યે પ્રેમભાવ જાગે તો,તે સાત દિવસમાં મુક્તિ અપાવે એવી આ કથા છે. ભાગવતની કથાસાંભળ્યા પછી મુક્તિ ન મળે તો માનવુંકે પૂર્વચિત્તિ અપ્સરા પોતાના મનમાં બેઠી છે.
પૂર્વચિત્તિ=પૂર્વજન્મમાં જે વિષયો ભોગવેલા તે ચિત્તમાં રહેલા હોય એ જ આ અપ્સરાનુંસ્વરૂપ છે. વાસના જીવ અને ઈશ્વરનુંમિલન થતાં અટકાવે છે. મનુષ્ય સુખ, દુઃખ ભોગવી પ્રારબ્ધનો નાશ કરે પણ નવું પ્રારબ્ધ ઊભું ન કરે.મનુષ્ય આ જન્મમાં બીજા જન્મની તૈયારી કરે છે.તેથી જ્ઞાનીઓ સંસર્ગદોષથી દૂર રહે છે.
ઋષભદેવજી જ્ઞાની પરમહંસ છે. ભરતજીભાગવત પરમહંસ છે.
જ્ઞાની પુરુષોને લાગે છે કે સંસારની પ્રવૃત્તિ જ્ઞાનનિષ્ઠા અનેભક્તિમાં બાધક છે.
સંસારની પ્રવૃત્તિ એક્દમ છોડી દેશો નહિ. પણ વિવેકથી ઓછી કરજો.
જગતમાં જે કાંઈ દેખાય છે, તે બધુંમિથ્યા છે. એ જ્ઞાન પરમહંસની નિષ્ઠા છે. જગતને મિથ્યા માનવાથી વૈરાગ્ય આવે છે.સંસારને સાચોમાનવાથી મોહ થાય છે. જગતમાં જે દેખાય છે તે મિથ્યા છે પણ આ સર્વને જોનાર આત્મા સુખરૂપ છે. દ્રશ્ય વિનાશી હોવાથી જ્ઞાની દ્દશ્યમાં દ્દષ્ટિ રાખતા નથી. જ્ઞાનીઓ દ્દશ્યવસ્તુમાં મનને જવા દેતા નથી. પણ આ સર્વનો સાક્ષી પરમાત્મા દ્દષ્ટિને સ્થિર કરે છે. મનને સત્તા મળે છે આત્મસ્વરૂપમાંથી, મનને સ્વતંત્ર શક્તિ નથી. આત્મા છૂટ આપે છે, ત્યારે મન પાપ કરે છે. આત્મા એ મનનો દ્દષ્ટા છે.સાક્ષી છે. મનને પાપ કરવાની છૂટ આપશો નહિ.ઋષભદેવજી મનને દ્દશ્યમાં જવા દેતા નથી,પણ ઈશ્વરમાં સ્થિર કરે છે.મન ઈશ્વરમાં મળી જાય તો સુખ- દુઃખથતાં નથી.
જેવી રીતે નિદ્રામાં મન રહે, તેવુંજાગૃત અવસ્થામાં પણ રહે તો મુક્તિ છે. નિદ્રામાં મન નિર્વિષય બને છે. સર્વ વિષયોમાંથી મનને હઠાવવુંપડશે.
દ્દશ્યમાંથી મન જાય પછી તે દ્રષ્ટામાં મળે છે.મનનો ઇશ્વરમાં લય થાય તો મુક્તિ મળેછે.
જ્ઞાની પુરુષોને સંસાર બાધક થતો નથી. જ્ઞાની પુરુષો સ્વેચ્છાથી જીવતા નથી. તે અનિચ્છાથી, પ્રારબ્ધથી જીવે છે.
ભાગવત પરમહંસો, ભગવતઇચ્છા પ્રારબ્ધથી જીવે છે. આ બન્ને નિષ્ઠા એક જ છે. પણ માર્ગ જુદો છે. જ્ઞાની જગતને અસત્ય માને છે. ભાગવતો જગતને સત્ય માને છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૫૧
જ્ઞાની અને ભાગવત પરમહંસનુંલક્ષ્ય તો એક જ, પણ સાધનો જુદા જુદા છે. જ્ઞાની પરમહંસ જગતને મિથ્યારૂપે જુએ છે. ભાગવત પરમહંસ જગતને વાસુદેવ સ્વરૂપે જુએ છે.
વાસુદેવ: સર્વમિતિ । ગી.અ.૭.શ્ર્લો.૧૯.
ભાગવત પરમહંસ કહે છે, જગત મિથ્યા નહીંપરંતુ સત્ય છે, મારા વાસુદેવમય છે.
શંકર સ્વામીએ જગતને મિથ્યા માન્યુંછે. શબ્દમાં થોડો ભેદ છે પણ તત્ત્વમાં ભેદ નથી.
જગત અસત્ય અને સર્વનો દ્રષ્ટા ઈશ્વર સત્ય છે. એમ જ્ઞાનીઓ માને છે.
જગત બ્રહ્મનુંજ સ્વરૂપ છે.એમ વૈષ્ણવો માને છે.
વેદાંતનો વિવર્તવાદ અને વૈષ્ણવોનો પરિણામવાદ એક જ છે.
ભાગવત કહે છે:-જગતજે ઇશ્વરમાંથી પરિણત થયું છે,તે સોનાની લગડીનો દાગીનો બનાવ્યો હોય તેના જેવું છે. સોનાની લગડી હતી ત્યારે પણ સોનું અને તેનો દાગીનો બનાવ્યો ત્યારે પણ સોનું.દાગીનાના સુવર્ણમાં અને સોનાની લગડીના સુવર્ણમાં કાંઈ ભેદ નથી. જગત એ બ્રહ્મનુંપરિણામ છે, તેથી સત્ય છે.
સૂતજી સાવધાન કરે છે. શંકરાચાર્ય કહે છે:-નામરૂપ મિથ્યા છે અને બાકી રહે છે તે સત્ય છે. માટી સત્ય કહેવાય; ઘડો સત્ય નહીં.તે પ્રમાણે જગત સત્ય નથી.
વૈષ્ણવો કહે છે કે:-બ્રહ્મરૂપ જગત સત્ય છે. વૈષ્ણવો જગતને બ્રહ્મરૂપ માની જગતના પ્રત્યેક પદાર્થને બ્રહ્મરૂપે નિહાળે છે, અને જગતના પ્રત્યેક પદાર્થસાથે પ્રેમ કરે છે.
જ્ઞાની પુરુષો જગતને મિથ્યા માની, જગતના પદાર્થો સાથે પ્રેમ કરતા નથી. તેઓ કેવળ ઈશ્વર સાથે પ્રેમ કરે છે, અને વિકાર-વાસનાનો વિનાશ કરે છે.જ્ઞાની પુરુષ શરીર વિષ્ટા-મળમૂત્રથી ભરેલું છે એવું માની, દેહનો મોહ છોડી પરમાત્મામાં લીન થાય છે.
જયારે વૈષ્ણવો માટે આખું જગત બ્રહ્મરૂપ છે.