News Continuous Bureau | Mumbai
Nitin Desai Suicide : બોલીવુડના પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈએ 2 ઓગસ્ટના રોજ પોતાના જ સ્ટુડિયોમાં આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે. શુક્રવારે તેઓ પંચતત્વમાં વિલીન થઈ ગયા હતા. હવે એવા, સમાચાર છે કે આ કેસમાં પોલીસે 5 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. નીતિનની પત્ની નેહાની ફરિયાદના આધારે લોન વસૂલનારાઓ વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો છે.
નીતિન દેસાઈ ની પત્ની એ નોંધાવી ફરિયાદ
આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈના આત્મહત્યા(suicide) કેસમાં ખાલાપુર પોલીસે 5 લોકો(5 people) સામે ગુનો નોંધ્યો(complaint) હતો. પોલીસે જણાવ્યું કે નીતિન દેસાઈની પત્ની નેહા દેસાઈની(neha desai) ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. નેહાએ પોલીસને જણાવ્યું હતું કે નીતિન દેસાઈએ ECL ફાયનાન્સ કંપની અને એડલવાઈસ ગ્રુપના પદાધિકારીઓ દ્વારા દેવાની વસૂલાત અંગે માનસિક દબાણને કારણે આત્મહત્યા કરી હતી. એડલવાઈસ કંપનીના ચેરમેન રસેશ શાહ અને અન્ય ચાર સામે કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં સ્મિત શાહ, કેયુર મહેતા, આર.કે. બંસલ અને એડલવાઈસ કંપનીના જિતેન્દ્ર કોઠારીનો સમાવેશ થાય છે, જેમની નિમણૂક કોર્ટ દ્વારા બંને પક્ષો વચ્ચેની વાતચીત બાદ કરજના મુદ્દાના સમાધાન માટે કરવામાં આવી હતી. રાયગઢ પોલીસ ટૂંક સમયમાં તમામને પૂછપરછ માટે બોલાવશે. નેહાની ફરિયાદના આધારે પોલીસે ECL ફાયનાન્સ કંપની અને એડલવાઈસના અધિકારીઓ સહિત 5 લોકો વિરુદ્ધ IPCની કલમ 306 અને 34 હેઠળ કેસ નોંધ્યો છે, ખાલાપુર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Mega Block: મુંબઈકર વીકએન્ડમાં બહાર જતા પહેલા, વાંચો રવિવારનું સંપુર્ણ મેગા બ્લોક શેડ્યુલ અહીં… જાણો રવિવારે ત્રણેય લાઈનોની સ્થિતિ શું રહેશે…
પોલીસને મળી નીતિન દેસાઈ ની 11 ઓડિયો કલીપ
નીતિન દેસાઈ એ મૃત્યુ પહેલા, પોતાના અવાજની 11 ઓડિયો ક્લિપ્સ બનાવી અને સ્ટુડિયોના વિશ્વાસુ કર્મચારી ને આપી અને તેમને તેમની બહેનને આપવાનું કહ્યું. દેસાઈ ની ઓડિયો ક્લિપ ખાલાપુર પોલીસે કબજે કરી લીધી છે અને કેટલીક ઓડિયો ક્લિપમાં તેણે આપઘાતનું કારણ અને તેના માટે જવાબદાર વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કર્યો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓડિયો ક્લિપમાં ચાર વ્યક્તિઓના નામ છે, જેમાંથી એક એડલવાઈસ કંપનીના વરિષ્ઠ અધિકારી રસેશ શાહ અને બોલિવૂડ અભિનેતા હોવાનું મનાય છે. આ ચારેય પર દેસાઈને માનસિક ત્રાસ આપવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડ એક્ટરે દેસાઈને બોલિવૂડમાં કામ ન મળે તે માટે તમામ પ્રયાસ કર્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એડલવાઈસ કંપનીના સિનિયર ઓફિસર રસેશશાહે દેસાઈ દ્વારા સ્ટુડિયો પર લીધેલી લોનને લઈને માનસિક તકલીફ આપી હતી. આ તમામ કેસની ખાલાપુર પોલીસ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં ઓડિયો ક્લિપ અને કેટલાક સાક્ષીઓના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવશે તેવું માનવામાં આવે છે.