News Continuous Bureau | Mumbai
Tomato Price : દિલ્હી(delhi)-એનસીઆરમાં ટામેટાંનું છૂટક(retail) વેચાણ 14 જુલાઈ, 2023થી શરૂ થયું હતું. અત્યાર સુધીમાં બંને એજન્સીઓ દ્વારા 15 લાખ કિલોથી વધુ ટામેટાની ખરીદી કરવામાં આવી હતી, જેનો દેશના મુખ્ય વપરાશ કેન્દ્રોમાં છૂટક ગ્રાહકોને સતત નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ સ્થળોમાં દિલ્હી-એનસીઆર, રાજસ્થાન જયપુર, કોટા, ઉત્તર પ્રદેશ(uttar pradesh) લખનૌ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજઅને બિહાર (પટના, મુઝફ્ફરપુર, અરાહ, બક્સર)નો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : ED Raid: EDનો સૌથી મોટો દરોડો…રાજમલ લખીચંદ જ્વેલર્સ પર ED એ પાડ્યા દરોડા…. જાણો સમગ્ર બાબત અહીં…
એનસીસીએફ(nccf) અને નાફેડ(nafed) દ્વારા ખરીદવામાં આવેલા ટામેટાંની છૂટક કિંમત શરૂઆતમાં રૂ.90/- પ્રતિ કિલો નક્કી કરવામાં આવી હતી, જે ગ્રાહકોને લાભ સુનિશ્ચિત કરવા માટે કિંમતોમાં ઘટાડાને અનુલક્ષીને એક પછી એક ઘટાડવામાં આવી હતી. છૂટક ભાવમાં છેલ્લે 15.08.2023ના રોજ રૂ.50/- પ્રતિ કિલોનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જે હવે 20.08.2023થી ઘટીને રૂ.40/- પ્રતિ કિલો થયો છે.
ઉલ્લેખનીય છે કે ગ્રાહક બાબતોના વિભાગના નિર્દેશ પર એનસીસીએફ અને નાફેડે આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રની મંડીઓમાંથી ટામેટાની ખરીદી શરૂ કરી હતી, જેથી મુખ્ય વપરાશ કેન્દ્રોમાં એક સાથે નિકાલ કરી શકાય, જ્યાં છેલ્લા એક મહિનામાં રિટેલના ભાવમાં સૌથી વધુ વધારો નોંધાયો છે.