News Continuous Bureau | Mumbai
રામ મંદિર (Ram Mandir) નું નિર્માણ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. મંદિરનું નિર્માણ પૂર્ણ કરવાની અને 2024ની શરૂઆતમાં તેના દ્વાર ભક્તો માટે ખોલવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ રામ મંદિરને લઈને નિવેદન આપતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. તેમણે કહ્યું હતું કે અયોધ્યા મંદિરના ઉદ્ઘાટનથી ગોધરા જેવી ઘટના બની શકે છે. હવે બીજેપી (BJP) સાંસદ રવિશંકર પ્રસાદ (Ravishankar Prasad) અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) તેમના નિવેદનની નિંદા કરી છે.
રવિશંકર પ્રસાદે શું કહ્યું?
ઉદ્ધવ ઠાકરે ના નિવેદન પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, હું માત્ર એક જ વાત કહીશ કે આ આખું ગઠબંધન જે મોદીની વિરુદ્ધ છે વોટ મેળવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે જો ઉદ્ધવ ઠાકરે રામ મંદિર વિશે આવી વાત કરી રહ્યા છે તો હું એટલું જ કહીશ કે ભગવાન શ્રી રામ તેમને બુદ્ધિ આપે. આ ખૂબ જ શરમજનક અને અભદ્ર નિવેદન છે. અમે તેની નિંદા કરીએ છીએ.
અનુરાગ ઠાકુરે ટોણો માર્યો
આ નિવેદન બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, બાલા સાહેબ (શિવસેનાના સ્થાપક અને ઉદ્ધવ ઠાકરેના પિતા) એ શું વિચાર્યું હશે અને સત્તાના લોભને કારણે ઉદ્ધવ ઠાકરે આજે શું કરી રહ્યા છે. અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું, સત્તાના લોભમાં કેટલાક લોકો પોતાની વિચારધારા ભૂલી ગયા છે. જ્યારે સનાતન ધર્મ વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી ત્યારે રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરેએ એક શબ્દ પણ બોલ્યો નહીં.
આ સમાચાર પણ વાંચો : Share Market : શ્રાવણનો અંતિમ સોમવાર શેરબજારને ફળ્યો, શેરમાર્કેટએ બનાવ્યો નવો રેકોર્ડ, નિફ્ટી પહેલીવાર 20,000 ને પાર, રોકાણકારો માલામાલ
ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, “આગામી દિવસોમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. એવી સંભાવના છે કે ઉદ્ઘાટન માટે દેશભરમાંથી ઘણા હિંદુઓને બોલાવવામાં આવશે અને જ્યારે લોકો સમારંભ પૂરો થયા પછી પાછા ફરશે ત્યારે ભાજપના લોકો ગોધરાકાંડ જેવું કંઈક કરી શકે છે. જાન્યુઆરી 2024માં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાની શક્યતા છે.
ગોધરામાં શું થયું?
તમને જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ દ્વારા પરત ફરી રહેલા કાર સેવકો પર ગુજરાતના ગોધરા ( Godhara ) સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. જે ટ્રેનના ડબ્બામાં કારસેવકો મુસાફરી કરી રહ્યા હતા, તેને આગ ચાંપવામાં આવી હતી. આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા હતા. જે બાદ સમગ્ર રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. વાસ્તવમાં, S6 માં મોટા પાયે આગ લાગી હતી. આ આગમાં દાઝી જવાથી 59 મુસાફરોના મોત થયા હતા.