Sunny deol: ધર્મેન્દ્ર ની સારવાર માટે અમેરિકા નથી ગયો સની દેઓલ, સાચું કારણ આવ્યું સામે

Sunny deol: 'ગદર 2' રિલીઝ થયા બાદ સની દેઓલે હવે થોડો બ્રેક લીધો છે. સની દેઓલ આ દિવસોમાં અમેરિકામાં છે. તેના અમેરિકા જવાનું સાચું કારણ પણ સામે આવ્યું છે.

by Zalak Parikh
Sunny deol has not gone to america for dharmendras treatment

News Continuous Bureau | Mumbai 

Sunny deol: ‘ગદર 2’ રિલીઝ થઈ ત્યારથી જ સની દેઓલ ચર્ચામાં છે. ક્યારેક તે પોતાની ફિલ્મને લઈને તો ક્યારેક પોતાના બંગલા ને લઈને તો ક્યારેક પોતાના નિવેદનને લઈને સમાચારમાં રહે છે. સની ની સાથે આખો દેઓલ પરિવાર પણ આ દિવસોમાં લાઈમલાઈટમાં છે. ધર્મેન્દ્ર હોય કે દીકરો કરણ દેઓલ. ફિલ્મ રિલીઝ થયા બાદ પણ સની દેઓલ ‘ગદર 2’નું પ્રમોશન કરી રહ્યો છે. સનીએ વિદેશમાં પણ તેની ફિલ્મનું મોટાપાયે પ્રમોશન કર્યું હતું. હાલમાં જ સની દેઓલે ફિલ્મની સક્સેસ પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. હવે સની દેઓલે ઘણા દિવસોથી ફિલ્મના સતત પ્રમોશન વચ્ચે થોડો બ્રેક લીધો છે. અભિનેતા આ દિવસોમાં અમેરિકા ગયો છે.

અમેરિકા માં  વેકેશન નો આનંદ માણી રહ્યો છે સની દેઓલ 

ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સની દેઓલે તેના પિતા ધર્મેન્દ્રની ખરાબ તબિયતના કારણે બ્રેક લીધો છે અને તેની સારવાર માટે અમેરિકા ગયો છે, પરંતુ આ સાચું નથી. એક મીડિયા હાઉસે આ મામલે સની દેઓલની ટીમ સાથે વાત કરી છે. સની દેઓલની ટીમનું કહેવું છે કે સની દેઓલ ધર્મેન્દ્ર ની સારવાર કરાવવા માટે નહીં પરંતુ તેના પિતા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે રજા પર ગયો છે. તે કેલિફોર્નિયામાં વેકેશન માણી રહ્યો છે. તેમનું વેકેશન ખૂબ જ ટૂંકા ગાળાનું છે અને તેઓ ટૂંક સમયમાં 16મી સપ્ટેમ્બરે ભારત પરત ફરશે.આવી સ્થિતિમાં, ધર્મેન્દ્રના બીમાર હોવાના દાવા ખોટા છે, તેઓ ફિટ છે અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Sunny deol:બોબી દેઓલ સાથે નહીં પણ સની દેઓલ ની આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરવાની હતી ઐશ્વર્યા રાય, જાણો કેમ ડબ્બા બંધ થઇ ગઈ ફિલ્મ

Join Our WhatsApp Community

You may also like